IPL 2025, SRH vs GT: IPL 2025 ની મેચમાં ઘરઆંગણે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે કારમી હાર આપ્યા બાદ, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગીલે(Shubman Gill) કહ્યું કે બોલરો ‘ગેમ ચેન્જર્સ’ છે, ખાસ કરીને આ ફોર્મેટમાં. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (17 રનમાં ચાર વિકેટ), ગિલ (અણનમ 61 રન)ની અર્ધસદી અને વોશિંગ્ટન સુંદર (49 રનમાં ત્રીજી વિકેટ) સાથે 56 બોલમાં 90 રનની ભાગીદારી બાદ ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી હતી.
સિરાજ સિવાય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના અને લેફ્ટ આર્મ સ્પિનર સાઈ કિશોરે બે-બે વિકેટ ઝડપી હતી, સનરાઈઝર્સ હૈદરાબાદ 20 ઓવરમાં આઠ વિકેટે 152 રન જ બનાવી શક્યું હતું.
ગિલે મેચ બાદ કહ્યું, “બોલર મેચનો કોર્સ બદલી નાખે છે, ખાસ કરીને આ ફોર્મેટમાં. ઘણા લોકો ટી20માં બેટિંગ અને હિટ કરવાની વાત કરે છે પરંતુ અમને લાગે છે કે મેચ બોલરો જીતે છે. તેથી જ આ ફ્રેન્ચાઇઝીમાં બોલરોને ઘણું મહત્વ આપવામાં આવે છે.”
સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું, “આ હૈદરાબાદની પરંપરાગત વિકેટ નથી, તે ખૂબ જ મુશ્કેલ હતી. અંતે આ વિકેટ એટલી સ્પિન ન હતી જેટલી અમે વિચારતા હતા. અમારો સ્કોર પણ સારો ન હતો, પરંતુ તેણે સારી બેટિંગ કરી.”
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube