November 21, 2024
KalTak 24 News
Gujarat

બ્રેકિંગ! ગુજરાત પોલીસના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક જથ્થો,ગાંધીધામમાં 80 કિલોથી વધુનું ડ્રગ્સ પકડાયું,વધુ તપાસ માટે ચક્રો ગતિમાન

Drugs

ગાંધીધામ(Gandhidham): ગુજરાત પોલીસ દ્વારા પોલીસના ઇતિહાસમાં સૌથી મોટો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર કચ્છ જિલ્લાના ગાંધીધામ પોલીસ દ્વારા 80 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપે પાડ્યું છે. જેમને આંતરરાષ્ટ્રીય બજારમાં 800 કરોડથી પણ વધુની કિંમત થતી હોવાનું સામે આવ્યો છે.ગાંધીધામમાં સ્થાનિક પોલીસે ઓપરેશન હાથ ધરતાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ડ્રગ્સ મામલે અનેક લોકોની ધરપકડ થવાના ભણકારા વાગી રહ્યાં છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે,આજે પણ ગાંધીધામમાં ગુજરાત પોલીસ દ્વારા ડ્ર્ગ્સ મામલે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 500 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. ગાંધીધામમાં અંદાજિત 80 કિલોથી પણ વધુ ડ્રગ્સ ઝડપાયું છે. આગળની તપાસ માટે ગાંધીધામમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી છે. FSLની પ્રાથમિક તપાસમાં કોકેઈનનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. આ મામલે અનેક શખ્સોની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે મુન્દ્રા, ગાંધીધામ, અમદાવાદ સહિત અનેક સ્થળોએ આ મામલે જવાબદાર લોકોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.બનાવના પગલે અન્ય તમામ એજન્સીઓ આ કેસની તપાસમાં વધુ તપાસ કરવા જોડાઈ છે અને આવનારા કલાકોમાં જ મોટા માથાઓના નામો બહાર આવે તેવી પૂરી શક્યતા છે. કચ્છના તમામ ઊચ્ચ અધિકારીઓ હાલ ગાંધીધામમાં ઉપસ્થિત થઈ ગયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

સુરત/ બાળક ત્રીજા માળેથી પટકાતા ગંભીર ઈજાઓ થઇ,સ્મીમેર હોસ્પિટલ લઇ જવાતાં સીટી સ્કેન મશીન બંધ હાલતમાં હોવાના આક્ષેપ

KalTak24 News Team

વતનમાં વડાપ્રધાન: વડાપ્રધાને રાજકોટ એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન

KalTak24 News Team

CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ દિલ્હી રવાના,ઉમેદવારો નક્કી કરવા બોલાવાઈ તાત્કાલિક મીટિંગ

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..