ગુજરાતપોલિટિક્સ
Trending

CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ દિલ્હી રવાના,ઉમેદવારો નક્કી કરવા બોલાવાઈ તાત્કાલિક મીટિંગ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ તેની ચૂંટણી રણનીતિ ઘડવામાં વ્યસ્ત બની છે. હવે આ પરિસ્થિતીમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મંત્રી રત્નાકર પણ દિલ્હી જવા રવાના થયા છે. આ ત્રીપુટીની અચાનક જ દિલ્હી મુલાકાતથી રાજકીય માહોલ ગરમાયો છે.

CM અને CRને દિલ્હીનું તેડું આવતા રાજકારણ ગરમાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મંત્રી રત્નાકર પણ દિલ્હી જઈ રહ્યા છે. ગુજરાત ભાજપના ત્રણેય અગ્રણી નેતાઓના દિલ્હી પ્રવાસને લઈ ભાજપમાં પણ અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મંત્રી રત્નાકર દિલ્હીમાં કોની સાથે બેઠક કરશે તે અંગે કોઈ માહિતી મળી શકી નથી પણ મુદ્દો ગંભીર જણાય રહ્યો છે.

ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આજે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસે એક મહત્વની બેઠક યોજાઈ રહી છે અને સંભવત: તેમાં હવે ભાજપના વ્યુહોને આખરી સ્વરૂપ અપાશે. આ ઉપરાંત તા.19ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે અને તેમાં રાજકોટ, જુનાગઢ અને સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતેના કાર્યક્રમમાં હાજરી આપનાર છે તે સમયે પણ કોઈ નવા કાર્યક્રમની પણ જાહેરાત થઈ શકે છે. એક તરફ સૌની નજર રાજયમાં ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતભણી છે તે સમયે ગુજરાત ભાજપના બે ટોચના નેતાઓને દિલ્હીનું તેડુ સૂચક છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દિલ્હીમાં હાઇકમાન્ડ સાથેની બેઠકમાં ગુજરાત ચૂંટણી મુદ્દે ચર્ચા-વિચારણા કરશે, જેમાં જ્ઞાતિ ગણિત, રિપીટ, નો રિપીટ થિયરી સહિતની બાબતો અંગે વિચારણા કરી ઉમેદવારો નક્કી કરવા માટે મંથન કરશે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button