December 5, 2024
KalTak 24 News
Gujarat

વતનમાં વડાપ્રધાન: વડાપ્રધાને રાજકોટ એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે રાજકોટ ખાતે હિરરાસર એરપોર્ટનું તેમણે લોકાર્પણ કર્યું છે. તેઓ રાજકોટ પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર મુખ્યપ્રધાન સહિતના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. નાગરિક ઉડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા પણ અહીં હાજર રહ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના ભાજપના નેતાઓ પણ અહીં આવી પહોંચ્યા હતા અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રીબીન કાપીને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં તેમણે એરપોર્ટની ખાસીયતોનું અવલોકન કર્યું હતું. તેમની સાથે અન્ય નેતાઓ પણ હતા. તેઓ રાજસ્થાનની મુલાકાત બાદ આજે અહીં ગુજરાત આવ્યા છે. આ એરપોર્ટનું નિર્માણ કેવી રીતે કરાયું તે સહિતની વિગતો પણ તેમણે મેળવી છે. આજે રાજકોટમાં તેઓ ઘણા કાર્યોના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાના છે. અહીં તેઓ સંબોધન પણ કરશે જ્યાં સંબોધન સ્થલ પર લોકો પણ પ્રધાનમંત્રીને સાંભળવાની રાહ જોઈ રહ્યા છે.

 

Related posts

AAPના પક્ષપલટુ કોર્પોરેટરે આપ્યું મોટું નિવેદન,અઠવાડિયામાં વધુ આટલા કોર્પોરેટર ભાજપમાં જોડાશે?

Sanskar Sojitra

રાજકોટ/ પ્રથમ નોરતે કાગવડથી ખોડલધામ મંદિર સુધી યોજાઈ પદયાત્રા,નરેશ પટેલ સહીત મોટી સંખ્યામાં માઈ ભક્તો પદયાત્રામાં જોડાયા

Sanskar Sojitra

રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે રૂ. ૨૫૫ કરોડ ને આપી મંજૂરી

KalTak24 News Team
advertisement