- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સદસ્યો-વરિષ્ઠ સચિવો-ખાતાના વડાઓ-જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સહભાગી થશે
- રાજ્યમાં રોજગારીની તકો-ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ-સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ-પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર જુથ ચર્ચા અને સામુહિક મંથન-ચિંતન થશે
- સેવાઓના સુદ્રઢિકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ-આર્ટીફિસ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા સમયાનુકુલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વક્તવ્યો યોજાશે
કલતક24 ન્યૂઝ બ્યુરો/ Gir Somnath News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબીર તારીખ ૨૧ નવેમ્બર ગુરૂવારથી ૩ દિવસ માટે પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથ(Somnath) ખાતે યોજાશે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વહિવટી અને પ્રશાસનિક કાર્ય સંસ્કૃતિને નવી દિશા આપવા ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ-૨૦૦૩થી ચિંતન શિબીરની શૃંખલા શરૂ કરાવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સોમનાથમાં આજથી ત્રિદિવસીય 11મી ચિંતન શિબિર
રાજ્યમાં રોજગારીની તકો, આવક વૃદ્ધિ વધારવા સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા
બેસ્ટ જિલ્લા કલેકટર, ડીડીઓને અપાશે એવોર્ડ@CMOGuj #somnath #gujarat pic.twitter.com/57ZonaX003
— DD News Gujarati (@DDNewsGujarati) November 21, 2024
આ પરંપરાને આગળ વધારતાં ૧૧મી ચિંતન શિબીર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ, ખાતાના વડાઓ તથા જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સક્રિય સહભાગીતાથી યોજાવાની છે.આ ૧૧મી ચિંતન શિબીરમાં જે વિષયો જુથ ચર્ચા અને ચિંતન-મંથન માટે પસંદ કરવામાં આવ્યા છે તેમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે.
ચિંતન શિબીરના ત્રણેય દિવસોનો પ્રારંભ સામુહિક યોગથી થશે. એટલું જ નહિ, સેવાઓના સુદ્રઢિકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ, આર્ટીફિસ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા સમયાનુકુલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વક્તવ્યો પણ યોજાવાના છે.આ ત્રિદિવસીય શિબીરના સમાપન અવસરે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડી.ડી.ઓ.ના એવોર્ડસ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરાશે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube