Gujarat Garba Gets UNESCO Certificate: ગરબાનું નામ પડે એટલે ગુજરાત યાદ આવી જ જાય, ત્યારે યુનેસ્કોએ 6 ડિસેમ્બર 2023ના રોજ ગુજરાતના ગરબાને યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે દરજ્જો આપવામાં આવ્યો હતો જેનું સર્ટીફીકેટ અને એવોર્ડ સન્માન DG/UNESCO, મેડમ ઓડ્રે અઝોલે દ્વારા આપવામાં આવ્યું હતું, જેમણે યુનેસ્કોમાં ભારતના રાજદૂત વિશાલ શર્મા અને ગુજરાતના ગૃહ અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યમંત્રી પ્રફુલ પાનસુરિયાની હાજરીમાં ગુજરાતને અર્પણ કર્યું હતું આમ, યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું છે અને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ માટે ઊંડી પ્રશંસા વ્યક્ત કરી હતી.
15 સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં સમાવિષ્ટ
આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડીયા ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ 15 સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે. તેમજ આદ્યશક્તિનાં પ્રખર ઉપાસક અને દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા. ત્યારથી જ રાજ્યની સાંસ્કૃતિઓ વિરાસતનોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.
ગુજરાત સહિત સમગ્ર ભારત માટે આનંદ અને ગૌરવની ક્ષણ..
યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું.
યુનેસ્કો દ્વારા 6 ડિસેમ્બર 2023 ના રોજ ગરબાને આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી.… pic.twitter.com/ZnDvtJYdXf
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) March 26, 2024
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ ૧૫ સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે. આદ્યશક્તિના પ્રખર ઉપાસક અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ રાજ્યની સાંસ્કૃતિક વિરાસતોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમના માર્ગદર્શનમાં નવીન ઉપક્રમ તરીકે રાજ્યમાં શરૂ કરાયેલ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દ્વારા ગરબાને વિશ્વભરમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી છે અને નવરાત્રિ ઉત્સવ વિશ્વમાં સૌથી લાંબો ચાલનારો લોકોત્સવ તરીકે ખ્યાતિ પામ્યો છે. ગરબાને વૈશ્વિક સ્તરે યુનેસ્કો દ્વારા સન્માન મળ્યું એ વડાપ્રધાનના “વિકાસ ભી, વિરાસત ભી” ના ધ્યેયને સાકાર કરતી ગૌરવરૂપ ઘટના છે.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “આ સ્મારક સિદ્ધિ આપણા માનનીય પીએમ, શ્રી નરેન્દ્ર મોદી જીના અથાક પ્રયાસોનું પ્રમાણ છે. તેમના અતૂટ સમર્પણએ વૈશ્વિક મંચ પર ગરબાના મોહક ભવ્યતાનું પ્રદર્શન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે, વિશ્વને ગુજરાતની ઉત્કૃષ્ટ સંસ્કૃતિના સાક્ષી બનવાની મંજૂરી આપી છે. સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલ જીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ગરબા ગુજરાતની ઓળખનો અવિભાજ્ય સાર બની રહે, આપણા સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ અને ઉન્નત બનાવવા માટે તેમના સતત પ્રયાસો નિમિત્ત બન્યા છે. દરેક ગુજરાતી વતી, આ શક્ય બનાવનાર તમામનો અમારા હૃદયપૂર્વક આભાર. જય જય ગરવી ગુજરાત!”
વડાપ્રધાનના “વિકાસ ભી, વિરાસત ભી” ના ધ્યેયને સાકાર કરતી ગૌરવરૂપ ઘટના
તેમના માર્ગદર્શનમાં નવીન ઉપક્રમ તરીકે રાજ્યમાં શરુ કરાયેલ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દ્વારા ગરબાને વિશ્વભરમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી છે. અને નવરાત્રિ ઉત્સવ વિશ્વમાં સૌથી લાંબો ચાલનારો લોકોત્સવ તરીકે ખ્યાતિ પામ્યો છે. ગરબાને વૈશ્વિક સ્તરે યુનેસ્કો દ્વારા સન્માન મળ્યુંએ વડાપ્રધાનના “વિકાસ ભી, વિરાસત ભી” ના ધ્યેયને સાકાર કરતી ગૌરવરૂપ ઘટના છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube