ગુજરાત
Trending

પંચમહાલના દિગ્ગજ નેતા અને માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન, 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું ટૂંકી બીમારી બાદ નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી ગુજરાતના રાજકારણ આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Panchmahal News: પંચમહાલથી ખુબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે.પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન થયું છે. ટુંકી સારવાર બાદ 82 વર્ષની વયે  મેહલોલ મુકામે આવેલ તેમના નિવાસે લીધા તેમણે અંતિમ શ્વાસ લીધા.સતત પાંચ ટર્મ સુધી  તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે.બે ટર્મ સાંસદ રહી ચૂક્યા છે. પૂર્વ સાંસદ પ્રભાતસિંહના નિધનથી ગુજકાતના રાજકારણમાં શોકનો માહોલ છે.

પ્રભાતસિંહ ચૌહાણનું નિધન

પંચમહાલના નેતા અને માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ પોતાની આગવી ઓળખ ધરાવતા હતા. તેઓ પોતાની મૂછો માટે અને આગવી અદાથી ઓળખાતા હતા. પ્રભાતસિંહ ચૌહાણનું ટૂંકી માંદગી બાદ 83 વર્ષની ઉંમરે નિધન થયું છે. આવતીકાલે 10 વાગ્યે તેમની અંતિમયાત્રા નીકળશે.

પ્રભાત સિંહ પ્રતાપ સિંહ ચૌહાણનો જન્મ 15 જૂન 1941 ના રોજ ગોધરાના મહેલોલમાં થયો હતો. તેમને શાળાકીય શિક્ષણ શ્રી કે.કે. હાઇસ્કુલ પંચમહાલ વેજલપુર ખાતેથી પૂર્ણ કર્યું હતું, તેઓએ એસએસસી એટલે કે 10 સુધીનો અભ્યાસ કર્યો છે.

જાણો પ્રભાતસિંહ ચૌહાણની રાજકીય સફર
પ્રભાતસિંહ ચૌહાણ પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચેલા ખૂબ જ લોકપ્રિય નેતા હતા. પ્રભાતસિંહ ચૌહાણ 5 ટર્મ ધારાસભ્ય અને 2 ટર્મ સાંસદ રહ્યા હતા. પ્રભાતસિંહ ચૌહાણે શંકરસિંહ વાઘેલા જેવા કદાવર નેતાને હરાવી સાંસદ બન્યા હતા. તેમના નિધનથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી છે. વર્ષ 1974માં રાજકારણમાં એન્ટ્રી કરનાર પ્રભાતસિંહ ચૌહાણ પોતાની 49 વર્ષની રાજકીય કારકિર્દીમાં 3 વખત મંત્રી રહી ચૂક્યા છે. પ્રભાતસિંહ ચૌહાણ અંતિમ શ્વાસ સુધી શારીરિક રીતે સ્વસ્થ રહ્યા હતા. પ્રભાતસિંહ પોતે જ્યોતિષના જાણકાર અને સામાજિક બાબતો નિષ્ણાત હતા. 

પ્રભાતસિંહ ચૌહાણે 1980 અને 1985માં પ્રથમ બે વિધાનસભા ચૂંટણી કાલોલ બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પરથી લડી હતી અને બંને વખત તેઓએ જીત મેળવી હતી. 1990માં કૉંગ્રેસે ટિકિટ ન આપતાં તેઓ ભાજપમાં જોડાયા અને ભાજપમાંથી તેઓએ 1995, 1998 અને 2002માં ચૂંટણી લડીને જીત પણ મેળવી હતી. પ્રભાતસિંહ ચૌહાણ પોતાના કાર્યકાળ દરમિયાન મંત્રી પણ રહી ચૂક્યા છે. પ્રભાતસિંહ ગુજરાત સરકારમાં પર્યાવરણ, આદિવાસી વિકાસ અને યાત્રાધામ વિકાસ મંત્રાલયમાં મંત્રી તરીકેની સેવા આપી હતી.

2007માં પ્રભાતસિંહ ચૌહાણ કૉંગ્રેસના સી. કે. રાઉલજી સામે હારી ગયા હતા. આ સમયે તેમના પુત્ર પણ કાલોલથી અપક્ષ ઉમેવાદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતા. જો કે તેઓ પણ હારી ગયા હતા. તેઓ 2009 અને 2014માં લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા. પ્રભાતસિંહ ચૌહાણ પંચમહાલના સાંસદ પદે પણ 2 ટર્મ સુધી રહ્યાં હતાં. 2019માં ભાજપે લોકસભાની ટિકિટ ન આપતાં તેઓ નારાજ થયા હતા. ગત વર્ષ સુધી તેઓ રાજકીય જગતમાં સક્રિય હતા. ભાજપથી નારાજ થઈને તેઓ ગત વર્ષે નવેમ્બરમાં કોંગ્રેસમાં જોડાયા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા