ગુજરાત
Trending

ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને મળી ઉચ્ચસ્તરીય બેઠક

  • ૨૧મી જૂને ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી લઈને મુખ્યમંત્રીશ્રી એ કરી સમીક્ષા
  • વિશ્વ યોગ દિવસની ઉજવણીના સુદ્રઢ આયોજન માટે મુખ્યમંત્રીશ્રી એ સબંધિત વિભાગોને આપ્યું જરૂરી માર્ગદર્શન

WhatsApp Image 2022 06 15 at 2.38.11 PM

  • આંતરરાષ્ટ્રિય યોગ દિવસની રાજ્યકક્ષાથી લઇને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરની ઉજવણી કરાશે
  • અંદાજે સવા કરોડ લોકોને યોગમય બનાવવાનું રાજ્ય સરકારનું આયોજન
  • રાજ્યકક્ષાનો યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે
  • રાજયકક્ષાના યોગ દિવસના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત
  • વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં વર્ચુઅલ કરશે સંબોધન
  • રાજ્યની ૪૫,૦૦૦ પ્રાથમિક શાળાના ૮૪,૬૫,૦૦૦ વિદ્યાર્થીઓ તેમ જ ૩,૨૩,૦૦૦ શિક્ષકો યોગદિવસની ઉજવણીમાં જોડાશે

WhatsApp Image 2022 06 15 at 2.38.08 PM

આઝાદી કા અમૃત મહોત્સવ-સ્વતંત્રતાના ૭પ વર્ષ અંતર્ગત રાજ્યમાં કુલ ૭પ આઇકોનીક સ્થળોએ યોગ દિવસ ઉજવાશે

જિલ્લાદીઠ ૩૦૦૦ લોકો સહિત અંદાજે ૯૯૦૦૦ લોકો જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે

૧૨,૫૦૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૨૮,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૮૯,૦૦૦ શિક્ષકો આ ઉજવણીમાં જોડાશે

WhatsApp Image 2022 06 15 at 2.38.06 PM

  • રાજ્યના ૧૪૭૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૬૫૦૦ પેટાકેન્દ્રો પર કુલ ૧૨,૭૦,૪૦૦ લોકો યોગ કરશે

રાજ્યમાં યોગદિવસની ઉજવણી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ તેમ જ શાળાઓ, આઈ.ટી.આઈ., આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન અને જેલ ખાતે પણ કરવામાં આવશે

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button