Gandhinagar News: ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી-2024(by-elections Gujarat)માં ચૂંટાયેલા પાંચ નવ નિયુક્ત ધારાસભ્યઓને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે વિધાનસભા ખાતે ધારાસભ્ય પદ માટેના શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 156થી વધીને ઐતિહાસિક 161 સુધી પહોંચી ગયું છે.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ(CM Bhupendra Patel),આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (HM Harsh Sanghvi), નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્ય નવ નિયુક્ત ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
➡️ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી-2024 માં ચૂંટાયેલા પાંચ નવનિયુક્ત ધારાસભ્યોની શપથવિધિ સંપન્ન
➡️વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્યોને લેવડાવ્યા શપથ
➡️મુખ્યમંત્રી @Bhupendrapbjp સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો રહ્યા ઉપસ્થિત pic.twitter.com/swnn0wkffI
— DD News Gujarati (@DDNewsGujarati) June 11, 2024
વિધાનસભા અધ્યક્ષના કાર્યાલયમાં યોજાયેલ શપથવિધિ સમારંભમાં 26-વિજાપુર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા, 83-પોરબંદર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, 85-માણાવદર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, 108-ખંભાત વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ચિરાગકુમાર પટેલ અને 136-વાઘોડિયા વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતા.
વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ કમનસીબ આંકડે પહોંચ્યું
આજે શપથ લેનારા આ પાંચ ધારાસભ્યમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષમાંથી અને અર્જુન મોઢવાડિયા, સી.જે.ચાવડા, અરવિંદ લાડાણી તથા ચિરાગ પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા. જેથી અનુક્રમે વાઘોડિયા, પોરબંદર, વિજાપુર, માણાવદર અને ખંભાત વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. હાલ વિધાનસભા ગૃહમાં ભાજપનું સંખ્યાબળ 161, કોંગ્રેસનું 13, આપનું 4, 2 અપક્ષ, સમાજવાદી પાર્ટી-1 અને વિસાવદર સીટ હાલ ખાલ પડેલી છે.
હજુ પણ વિસાવદરની બેઠક ખાલી પડી છે, જેના પર ચૂંટણી યોજાઈ ન હતી કારણ કે કોર્ટમાં અરજી પેન્ડિંગ પડી છે. હર્ષદ રીબડિયાએ વિસાવદરના તત્કાલિન આપ એમએલએ ભૂપત ભાયાણીની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. પછીથી ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા હતા. લોકસભાની ચૂંટણીમાં જીત બાદ બનાસકાંઠાની વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર જો ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે તો ફરીથી વિધાનસભા ખંડિત થઈ શકે છે.
જણાવી દઈએ કે પોરબંદર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા 1,16,808 મતથી વિજયી થયા, તો વિજાપુર બેઠક પર સી. જે. ચાવડાનો 56,228 મતથી વિજય થયો, વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની 82,108 મતથી જીત થઈ છે. ઉપરાંત માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીનો 31,016 મતથી જીત્યા, અને ખંભાત બેઠક પર ચિરાગ પટેલનો 38,328 મતથી વિજય થયો છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube