વસ્તી વધારા મુદ્દે રવિ કિશને કોંગ્રેસને જવાબદાર ઠેરવી, કહ્યું- ‘તેઓ કાયદો લાવ્યા હોત તો મારે 4 બાળકો ન હોત’

દિલ્હી: દેશમાં જનસંખ્યા નિયંત્રણ બિલ(Population Control Bill) મુદ્દે ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. વધતી જનસંખ્યાને લઈને સૌ કોઈ ચિંતામાં છે. તેવામાં BJP સાંસદ રવિ કિશન(Ravi Kishan) વધતી જતી જનસંખ્યા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે નિવેદન આપ્યું કે કોંગ્રેસ જનસંખ્યા નિયંત્રણ બિલ લાવી હોત તો આજે હું 4 બાળકોનો પિતા ન હોત. આ માટે કોંગ્રેસ જવાબદાર છે.
કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી
ગોરખપુરથી સાંસદ રવિ કિશને વધુમાં કહ્યું કે કોંગ્રેસ સરકારે આ મુદ્દે સતર્ક રહેવાનુ હતું અને તેમણે જનસંખ્યા નિયંત્રણ માટે કાયદો બનાવ્યો હોત તો મારે 4 બાળકો ન થયા હોત. કોંગ્રેસે જનસંખ્યા નિયંત્રણને લઈને જાગરુકતા ફેલાવી ન હતી. બીજેપી સરકારે જનસંખ્યા નિયંત્રણ બિલ લાવુ પડ્યું છે.
સંસદમાં પ્રસ્તાવ રજૂ કરશે
રવિ કિશને એમ પણ કહ્યું કે પાછલી સરકારે આ મામલે સાવધાન રહેવાની જરૂર હતી અને જો તેમણે જનસંખ્યા નિયંત્રણ માટે કાયદો બનાવ્યો હોત તો તેમના ચાર સંતાનો ન હોત. કોંગ્રેસના સમયમાં જનસંખ્યા નિયંત્રણને લઈને જાગૃતતા જ નહોતી લાવવામાં આવી આથી હવે ભાજપ સરકારે વસ્તી નિયંત્રણ બિલ લઈને આવવું પડ્યું છે.તેઓ સંસદમાં આ અંગે પ્રસ્તાવ રજૂ કરવા જઈ રહ્યા છે. વધુમાં, તેમણે સ્વીકાર્યું કે હવે જ્યારે તેમણે વસતિ નિયંત્રણ વિશે વિચાર્યું છે, ત્યારે તેમને ચાર બાળકો હોવાનો અફસોસ છે.
તેમણે આગળ કહ્યું કે, ચીનમાં વસ્તી નિયંત્રણ કરી લેવામાં આવ્યું છે. જો આપણા દેશમાં પાછલી સરકારો વિચારશીલ હોત તો પેઢીઓને સંઘર્ષ ન કરવો પડ્યો હોત. ભાજપના સાંસદ રવિ કિશને કહ્યું કે, ભાજપના નેતૃત્વવાળી વર્તમાન સરકાર ન માત્ર મંદિર નિર્માણ કરી રહી છે, પરંતુ રોડનું પણ નિર્માણ કરી રહી છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp