November 21, 2024
KalTak 24 News
Viral Video

‘પ્યારા ભૈયા મેરા દુલ્હા રાજા બન કે…!’- ભાઈના લગ્નમાં બહેને કરેલા ડાન્સનો વિડિયો ખુબ જ વાયરલ,લોકોનું દિલ જીત્યું, તમે પણ જોઈને કેહેશો કે વાહ..

Groom-Sister-Dance-Video-Viral_o_groom-sister-dance-in-wedding_625x300_13_September_24-768x432.jpg

Wedding Dance Video Viral: લગ્નને લઈને સોશિયલ મીડિયામાં અનેક વીડિયો ધૂમ મચાવી રહ્યા છે. ક્યારેક વર-કન્યાના વીડિયો, તો ક્યારેક સગા-સબંધીના ડાન્સના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રહે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરરાજાની બહેન શાનદાર ડાન્સ કરી રહી છે. જેનો વીડિયો જોઈને તમે પણ ભાવુંક થઈ જશો.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લગ્ન સ્થળ પર વરરાજા પહોંચે છે, ત્યારે તેની સાથે પરિવારની અન્ય મહિલાઓ પણ જોવા મળે છે. આ સમયે સામે પર્પલ કલરના લહેંગામાં વરરાજાની બહેન એન્ટ્રી દરમિયાન ડાન્સ કરવા લાગે છે. જે બૉલિવૂડના લોકપ્રિય સોન્ગ ‘પ્યારા ભૈયા મેરા દુલ્હા રાજા બન કે આ ગયા’ ગીત પર ડાન્સ કરી રહી છે. બહેનનો ડાન્સ જોઈને સામે ઉભા રહેલા વરરાજાના ચહેરાના હાવભાવ પણ જોવા જેવા છે. જ્યારે તેની આસપાસ ઉભી રહેલી મહિલાઓ ભાવુંક થઈને ડાન્સ જોઈ રહી છે.

બહેનનો આ ડાન્સ વીડિયો વાઈરલ થતાં લોકોને ખૂબ જ ગમી રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @alaapweddingplanner નામના યુઝર્સે શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 51 હજારથી વધુ વખત લાઈક મળી ચૂકી છે.આ વીડિયોના વખાણ કરતા લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું છે કે, મારું પણ સપનું છે કે, મારા ભાઈના લગ્નમાં હુ આજ ગીત પર ડાન્સ કરું. એક યુઝર્સે લખ્યું કે, દીદીએ કેટલો સારો ડાન્સ કર્યો. ત્રીજા યુઝર્સે લખ્યું કે, આ ગીત દરેક બહેનની લાગણી વ્યક્ત કરે છે.

 

 

 

Group 69

 

 

Related posts

કલયુગમાં પહેલીવાર જીવતો જોવા મળ્યો જટાયુ ! રૂપ જોઈને લોકોએ વન વિભાગને જાણ કરી ટીમને બોલાવી પડી

KalTak24 News Team

સુતેલી છોકરીના મોંમાં ઘૂસી ગયો 4 ફૂટ લાંબો સાપ, ડોક્ટરે ઓપરેશન કરીને નિકાળો સાપ,જુઓ વીડિયો

Sanskar Sojitra

હેલાંગમાં પર્વત પર ભૂસ્ખલન થતાં બદ્રીનાથ યાત્રા અટકી,રૂંવાડા ઊભા કરી દેતો VIDEO સામે આવ્યો

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..