April 8, 2025
KalTak 24 News
Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્ત્વનો નિર્ણય,ગેમીંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનીંગ રેગ્યુલેશનની CGDCRમાં જોગવાઈઓનો મહત્વપૂર્ણ નિર્ણય

government-of-gujarat-decision-of-provisions-in-cgdcr-of-planning-regulation-for-gaming-activity-area-gujarati-news

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આનંદપ્રમોદ અને ઉજાણી માટેના સ્થળ તરીકે ગેમીંગ એક્ટિવિટીના વધી રહેલા ચલણના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમીંગ એક્ટિવિટી એરિયા અને શોપીંગ મોલ તેમજ શોપીંગ કોમ્પ્લેક્ષ જેવા કોમર્શિયલ બાંધકામોમાં પણ ગેમીંગ એક્ટિવિટી એરિયા વિકસિત થઈ રહ્યાં છે.

મુખ્યમંત્રીશ્રીએ આવા ગેમીંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતી વધુ પડતી ભીડના સંદર્ભમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિત ધ્યાનમાં લઈને ગેમીંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનીંગ રેગ્યુલેશનની મહત્વની જોગવાઈઓ CGDCRમાં કરવાના જનહિતલક્ષી નિર્ણય કર્યા છે.ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનીંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે CGDCRમાં આ અંગેની જે જોગવાઈઓ કરી છે તેમાં ગેમીંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની NOCની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ થાય છે.એટલું જ નહિ, સ્વતંત્ર ગેમીંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં જાહેર સલામતીને ધ્યાને રાખીને અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટ, ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુજ એરીયાની જોગવાઇઓ ૫ણ કરવામાં આવી છે.

ગેમીંગ એક્ટિવિટી માટે સરકાર નવા નિયમો કર્યા જાહેર

ગેમીંગ ઝોન એક્ટિવિટીના સ્થળે BU સર્ટિફિકેટ, ફાયર NOC તથા અન્ય તમામ લાયસન્સ, સર્ટિફિકેટ, NOC, પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે એવુ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.આ નવા રેગ્યુલેશનમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, અગાઉ મેળવેલ વિકાસ ૫રવાનગી/ બી.યુ. ૫રવાનગીવાળા બાંઘકામોમાં ઉ૫યોગ શરૂ કરતાં ૫હેલાં નવા રેગ્યુલેશન અનુસાર રિવાઇઝ્ડ ૫રવાનગી મેળવી લેવાની રહેશે.૫રવાનગી વિના વ૫રાશ ચાલુ કર્યો હોય તો તેના માટે દંડ લેવાની જોગવાઇ પણ CGDCRના નવા રેગ્યુલેશન્સમાં કરવાના દિશાનિર્દેશો મુખ્યમંત્રીશ્રીએ આપ્યા છે.

રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન અગ્નિ હોનારત ૫છી ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંઘકામમાં થતા ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનીંગ રેગ્યુલેશનની જોગવાઇ કરવી ખૂબ મહત્વની હોઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બાબતના નિયમો બનાવવાનો નિર્ણય જાહેર હિતમાં કર્યો છે.

 

 

 

 

 

Related posts

બોટાદ/ સાળંગપુર મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત હાથ ધરાયું સફાઈ અભિયાન;જુઓ તસવીર

KalTak24 News Team

સુરત/ રવિવારે મોટા વરાછા વિસ્તારમાં માતા-પિતા વિહોણી 125 દીકરીઓનો યોજાશે શાહી સમૂહ લગ્નોત્સવ..

Sanskar Sojitra

અયોધ્યા/ ગુજરાતના પ્રધાનમંડળ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અયોધ્યા,રામલલાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું,જુઓ તસ્વીરો…

Sanskar Sojitra
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં