Vadtal : ગોધરા સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સંકલ્પસિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજના સુવર્ણ જયંતી મહોત્સવના ઉપલક્ષમાં ગોધરાથી વડતાલ સુધીની ૧૦૮ ભક્તોની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પદયાત્રા રવિવારે વડતાલ આવી પહોંચતા શ્યામવલ્લભ સ્વામી ઘનશ્યામ સ્વામી સાવદા, જયેન્દ્ર શાસ્ત્રીજી, ઘનશ્યામ સ્વામી વગેરેએ વડતાલના પાદરે પૂષ્પમાળા પહેરાવી યાત્રીઓનું સ્વાગત કર્યું હતું.
સંઘ મંદિરે આવી પહોંચતા પુનઃ સ્વાગત માટે ડૉ.સંત સ્વામી તથા શ્યામવલ્લભ સ્વામી દ્વારા સમારંભ યોજાયો હતો. જેમાં શાસ્ત્રી સ્વામી પૂજ્ય નૌતમપ્રકાશદાસજી, રામપુરાના કોઠારી પી.પી.સ્વામી, બ્રહ્મચારી હરિસ્વરુપાનંદજી, શ્યામવલ્લભ સ્વામીએ અગ્રણી હરિભક્તોને પૂષ્પમાળા પહેરાવી સન્માન કર્યું હતું. પૂજ્ય નૌતમ સ્વામીજી તથા પી.પી.સ્વામીએ પદયાત્રાનું મહત્ત્વ સમજાવી ગોધરાના સત્સંગને બિરદાવ્યો હતો. તા.૨૦મીએ ગોધરાથી પ્રસ્થાન થયેલો સંઘ તા.૨૩મીએ વડતાલ આવી પહોંચ્યો હતો.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube