રાજ્યમાં દિન-પ્રતિદિન માર્ગ અકસ્માતોના બનાવો વધતાં જાય છે. ત્યારે આજે સુરત, વડોદરા બાદ વઘુ એક ગમખ્વાર અકસ્માત ધરમપુર પાસે સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે અને બે વ્યક્તિઓનું સારવાર દરમિયાન મહત્વનું છે કે, મહત્વનું છે કે, આ ત્રણેય અકસ્માતમાં કુલ 7 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે.
ખાનગી બસ નાશિકથી અમદાવાદ પરત ફરી રહી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત સોમવાર મોડી રાત્રે ધરમપુર બાયપાસ રોડ પાસે બન્યો હતો. જ્યારે ખાનગી બસ નાશિકથી અમદાવાદ પરત ફરી રહી હતી. આ અકસ્માતમાં કુલ 3 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. જ્યારે 6 વ્યક્તિઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવની જાણ ધરમપુર પોલીસ સ્ટેશનને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતના મોટા વરાછા પાસે ટ્રકે બાઇક ચાલકને લીધો અડફેટે
બીજી તરફ સુરતના વરાછા વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાયો છે. આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સુરતના મોટા વરાછામાં એક ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેમાં બાઈક પર સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થવા પામ્યો હતો.
વાઘોડિયા તાલુકાના કોટંબી ગામે મોડી રાતની ઘટના
તો આ તરફ વડોદરાના વાઘોડિયા તાલુકાના કોટંબી ગામ પાસે ગઇકાલે મોડીરાતે એક કાર ચાલકે બે વાહનચાલકોને અડફેટે લેતા ટુ વ્હીલર પર જતા ત્રણ વ્યક્તિઓના મોત થયા છે.જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજા થતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.અકસ્માત પછી કાર છોડીને ભાગી ગયેલા કાર ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.