Vadodara News: વડોદરામાં ગઈકાલે મોડી રાત્રે નેશનલ હાઇવે(National Highway) પર ગમખ્વાર અકસ્માત(accident) થયાની ઘટના સામે આવી છે. જેમાં એક પરિવારના 5 સભ્યોનાં મોત થયા છે. મહત્ત્વનું છે કે, જામ્બુવાથી તરસાલી તરફ કારમાં જતાં પટેલ પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં રોડની સાઇડમાં ઊભેલા કન્ટેનર પાછળ કાર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, વડોદરા-તરસાલી હાઇવે પર આવેલી ગિરનાર હોટેલ સામે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત નીપજ્યા છે. તમામ રહેવાસીઓ વડોદરાના હોવાનું જાણવા મળ્યું છે.
ટ્રેલર પાછળ અલ્ટો કાર ઘૂસી
હાઇવે પર પાર્ક કરેલા એક ટ્રેલર પાછળ અલ્ટો કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે. ટ્રેલર પાછળ ધમાકાભેર કાર અથડાતા કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. ત્યારે કારમાં સવાર પાંચ લોકોનાં મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
ઘરથી 3 કિલોમીટર જ દૂર હતા
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ગઈકાલે પટેલ પરિવાર સુરતથી વડોદરા(vadodara) તરફ આવી રહ્યો હતો. ત્યારે રોડની સાઇડમાં ઊભેલા કન્ટેનરમાં કાર ઘૂસી ગઈ હતી. જેમાં 1 વર્ષના બાળક સહિત 5 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે. જોકે, આ અકસ્માતમાં 4 વર્ષની બાળકી અસ્મિતા પટેલનો ચમત્કારિક બચાવ થયો છે.તેમાં બે ભાઈઓ, દેરાણી, જેઠાણી સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યા છે.ઉલ્લેખનીય છે કે, આ ગમખ્વાર અકસ્માતમાં ચાર વર્ષીય બાળકીનો આબાદ બચાવ થયો છે. આ પરિવાર ઘરથી માત્ર 3 કિલોમીટર જ દૂર હતો, ત્યાં જ તમામને કાળ ભરખી ગયો હતો.
મૃતકોનાં નામ
- પ્રજ્ઞેશભાઈ પટેલ – ઉં.વ. 34
- મયુરભાઈ પટેલ – ઉં.વ. 30
- ઉર્વશીબેન પટેલ – ઉં.વ. 31
- ભૂમિકાબેન પટેલ – ઉં.વ. 28
- લવ પટેલ – ઉં.વ. 1
અકસ્માતમાં બચી જનાર
- અસ્મિતા પટેલ – ઉં.વ. 4
કારમાં સવાર ચાર વર્ષની બાળકીનો આબાદ બચાવ
અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. દરમિયાન બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા તેઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. આ દરમિયાન અકસ્માતની ગંભીરતાને જોતા વડોદરા ફાયર બ્રિગેડને બનાવની જાણ કરવામાં આવી હતી. જેથી મકરપુરા ફાયર બ્રિગેડની ટીમ નિકુંજ આઝાદની સાથે તાત્કાલીક સ્થળ ઉપર પહોંચી હતી. જ્યાં અલ્ટો કારમાં સવાર એક વર્ષના માસૂમ બાળક સહિત પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતા. જોકે આ તમામ મૃત હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. કારમાં સવાર ચાર વર્ષની એક બાળકી અસ્મિતાનો આબાદ બચાવ થયો હતો. મૃતક પરિવાર વડોદરાના સયાજીપુરા ગામ પાસે આવેલા સાગર ફિલ્મ સિટીની બાજુમાં માધવનગરમાં રહેતો હતો.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube