September 14, 2024
KalTak 24 News
Gujarat

વડોદરા/ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારનું બન્યું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ,ઉમેદવારે આ અંગે લોકોને સતર્ક રહેવા કરી અપીલ..

dr hemang joshi

Vadodara News: ગુજરાતના વધુ એક ભાજપના નેતાનું ફેક એકાઉન્ટ બન્યું હોવાની ઘટના સામે આવી છે. વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનું સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. ફેક એકાઉન્ટ બનાવ્યું હોવાનું ધ્યાને આવતા હેમાંગ જોશીએ સતર્કતા દાખવી એવી સોશિયલ મીડિયા પર લોકોને અપીલ કરી છે.

લોકસભા 2024ની ચૂંટણી માટે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી દિવસ રાત ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે ત્યાં તો બીજી તરફ ડોક્ટર હેમાંગ જોશીનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. ફેક એકાઉન્ટ બનાવ્યું હોવાનું ધ્યાને આવતા આજે બપોરે ડોક્ટર હેમાંગ જોશીએ ફેસબુક પર પોસ્ટ કરી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

આ પોસ્ટમાં ડોક્ટર હેમાંગ જોશીએ લખ્યું કે, “હું વડોદરા લોકસભાનો ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોષી મારા નામથી ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જેથી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી કોઈ પણ મેસેજ આવે તો રિસ્પોન્સ આપવો નહીં. તેમજ એકાઉન્ટને વધુમાં વધુ રિપોર્ટ કરાવો.”

 

Group 69

 

 

Related posts

BIG BREAKING: ગુજરાતના 70 આઇપીએસ અધિકારીઓની બદલી,જાણો કોને ક્યા મળ્યું પોસ્ટીંગ?

KalTak24 News Team

સુરતમાં પથ્થરમારાના કેસમાં ધરપકડ કરાયેલા લોકોના નામની યાદી: 3 FIR ના 26ની ધરપકડ અને અન્ય 250-300 અજાણ્યા ટોળા સામે ફરિયાદ

KalTak24 News Team

ભાજપ દ્વારા વિધાનસભા ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર,વાંચો સંપૂર્ણ યાદી

Sanskar Sojitra
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી