Cyclone Fengal Update: બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ફેંગલ આજે પુડુચેરી નજીક ત્રાટકશે. આ સમયે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. વાવાઝોડાને પગલે તમિલનાડુ, પુડુચેરી અને તેની નજીકના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પુડુચેરીના દરિયાકાંઠે ત્રાટકશે વાવાઝોડું ફેંગલ
હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર સ્થિત ફેંગલ વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ 7 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આ દરમિયાન 70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. ફેંગલ વાવાઝોડું પુડુચેરી નજીક કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે ઉત્તરી તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠા ત્રાટકશે તેવી શક્યતા છે.
It is likely to move west-northwestwards and cross north Tamil Nadu-Puducherry coasts between Karaikal and Mahabalipuram close to Puducherry as a cyclonic storm with a wind speed of 70-80 kmph gusting to 90 kmph during afternoon 30th November. pic.twitter.com/P1jKzFpBLK
— India Meteorological Department (@Indiametdept) November 29, 2024
ચેન્નાઈ હવામાન કેન્દ્રના નિયામક ડૉ. એસ. બાલાચંદ્રને ઉત્તર તમિલનાડુ અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની ચેતવણી આપી છે. જ્યારે કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું કે એક-બે જગ્યાએ ભારે વરસાદ પણ પડશે. ચક્રવાતને કારણે, ઈન્ડિગો એરલાઈન્સે મુસાફરોને જાણ કરી હતી કે ચેન્નાઈ, તુતીકોરીન, મદુરાઈ, તિરુચિરાપલ્લી અને સાલેમ જતી અને જતી ફ્લાઈટ સેવાઓને અસર થશે. એરલાઈને મુસાફરોને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે ફ્લાઈટ ઓપરેશન્સ સંબંધિત અપડેટ્સ માટે તપાસ કરતા રહેવાની સલાહ આપી છે.
Cyclonic Storm “FENGAL” over Southwest Bay of Bengal moved west-northwestwards with a speed of 12 kmph during past 6 hours and lay centred at 0530 hours IST of today, the 30th November 2024 over the same region near latitude 12.2°N and longitude 81.2°E, about 150 km east of… pic.twitter.com/eyR4fMjNt7
— India Meteorological Department (@Indiametdept) November 30, 2024
અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી
ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ચેન્નાઈ, તિરુવલ્લુર, ચેંગલપટ્ટુ, કાંચીપેટ, વિલુપ્પુરમ, કલ્લાકુરિચી, કુડ્ડાલોર જિલ્લાઓ અને પુડુચેરીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાનીપેટ, તિરુવન્નામલાઈ, વેલ્લોર, પેરામ્બલુર, અરિયાલુર, તંજાવુર, તિરુવરુર, માયલાદુથુરાઈ, નાગપટ્ટિનમ જિલ્લાઓ અને કરાઈકલ પ્રદેશમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે.
તમિલનાડુ સરકાર શાળાઓમાં રજા જાહેર કરી
ફેંગલ વાવાઝોડાને પગલે તમિલનાડુ સરકાર દ્વારા નાગરિકોને ઘરની અંદર રહેવા આદેશ આપ્યા છે. શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે કંપનીના નાગિરકોને ઘરેથી કામ કરવા જણાવ્યું છે. માછીમારોને દરિયો ખેડવા ન જવા કડક ચેતવણી આપવામાં આવી છે.
#WATCH | Tamil Nadu: Continuous rains cause waterlogging in several parts of Chennai city.
(Visuals from Old Mahabalipuram Road)#CycloneFengal pic.twitter.com/tK5kz1s3Gt
— ANI (@ANI) November 30, 2024
દરિયાકાંઠાના સત્તાવાળાઓને લેન્ડફોલ નજીક સલામતીનાં પગલાં અંગે ઉચ્ચ તકેદારી રાખવા વિનંતી કરવામાં આવી છે. ઈસ્ટર્ન નેવલ કમાન્ડે તમિલનાડુ અને પુડુચેરી નેવલ એરિયા હેડક્વાર્ટરના સહયોગથી ચક્રવાતની સંભવિત અસરોને ઘટાડવા માટે ડિઝાસ્ટર રિસ્પોન્સ મિકેનિઝમને સક્રિય કરી છે. અધિકારીઓએ નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube