June 21, 2024
KalTak 24 News
Bharat

જન્મદિવસે જ ભજનલાલ શર્મા બન્યા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી, દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ લીધા ઉપમુખ્યમંત્રી પદની શપથ

Bhajan Lal Shapath Grahan
  • રાજસ્થાનના  મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માએ શપથગ્રહણ કર્યા 
  • નાયબ મુખ્યમંત્રી તરીકે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને શપથ લીધા 
  • રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ લેવડાવ્યા શપથ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક રાજ્યોના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા 

Rajasthan CM Bhajan Lal Sharma Oath Ceremony: આજે જયપુરના અલ્બર્ટ હોલમાં ભજનલાલ શર્મા રાજસ્થાનના મુખ્યમંત્રી પદ અને ગોપનીયતાની શપથ લીધી છે. આ સાથે જ તેઓ રાજ્યના 14મા મુખ્યમંત્રી બની ગયા છે. ભજનલાલ શર્મા સાંગાનેરથી ધારાસભ્ય છે. આ સાથે જ દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવા પણ ઉપમુખ્યમંત્રી પદની શપથ લીધા છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ત્રણેયને શપથ લેવડાવ્યા છે.

ભજનલાલ શર્માના શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિતના લોકો સામેલ થયા છે. આ સાથે જ આ શપથગ્રહણ સમારોહમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ સામેલ થયા છે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક રાજ્યોના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા તેમના માતા-પિતાના પગ ધોયા અને આશીર્વાદ લીધા હતા. ભજનલાલ શર્માe રાજસ્થાનના 14માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. 

Rajasthan%20News

જન્મદિવસે જ ભજનલાલ શર્મા બન્યા રાજસ્થાનના નવા CM
ભજનલાલ શર્મા આજે એટલે કે 15મી ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. નસીબજોગે આજે તેમનો જન્મદિવસ છે. તેમની ઉંમર 56 વર્ષ છે. પોતાના જન્મદિવસના અવસર પર મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા તેઓ પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. ભજનલાલ માટે બેવડી ખુશી છે. મહત્વનું છે કે, ભજનલાલે ગુરુવારે રાત્રે 12 વાગ્યા પછી સોડાલાના ચંબલ ગેસ્ટ હાઉસમાં તેમના સમર્થકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી અને તેમના સમર્થકો દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવશે. આ શિબિરનું આયોજન ધોલપુરમાં કરવામાં આવશે.

રાજસ્થાનમાં આજે ભજનલાલ શર્માનો રાજ્યાભિષેક યોજાયો હતો. જયપુરના આલ્બર્ટ હોલમાં બપોરે 12 વાગ્યે શપથગ્રહણ કાર્યક્રમ શરૂ થયો હતો. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો, નાયબ મુખ્ય પ્રધાનો અને ઘણા કેન્દ્રીય પ્રધાનો સામેલ થયા હતા.

આજે વહેલી સવારથી જ શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ વચ્ચે સુરક્ષાની પણ કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આલ્બર્ટ હોલ તરફ જતા તમામ રસ્તાઓને પોસ્ટરો અને બેનરોથી શણગારવામાં આવ્યા હતા. 

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત પણ જયપુરમાં મુખ્યમંત્રી-નિયુક્ત ભજનલાલ શર્માના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા છે.

 

Group 69

 

Related posts

‘રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ નહીં થાય લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી’,જાણો શું છે કારણ?

KalTak24 News Team

Chandrayaan-3 લોન્ચિંગના કાઉન્ટડાઉનનો અવાજ આપનારા ઇસરોના મહિલા વૈજ્ઞાનિક વલારમથીનું નિધન,જાણો વિગત

KalTak24 News Team

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી,પ્રિયંકા ગાંધી સાથે કર્યો રોડ શો

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા