October 31, 2024
KalTak 24 News
Gujarat

ગુજરાતમાં ફરી એકવાર ટ્રેન ઉથલાવવાની આશંકા,બોટાદના કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક પર 4 ફૂટનો પાટાનો ટુકડો ઊભો કર્યો;ડોગ સ્ક્વોડ-ડ્રોન કેમેરાથી તપાસ

botad-rail-accident-25-sept-24-768x432.jpg

Botad News: દેશમાં ટ્રેનને પાટા પરથી ઉથલાવવા માટેના 20થી વધુ પ્રયાસો કરવામાં આવ્યા છે. તાજેતરમા સુરતના કીમ રેલવે સ્ટેશન નજીક પણ રેલવેના ત્રણ કર્મીઓએ પ્રસિદ્ધિ અને ઇનામ મેળવવા માટે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે વધુ એક બનાવ ગુજરાતમાં બોટાદ જિલ્લામાં બનવા પામ્યો છે. જ્યાં કુંડલી ગામ પાસે મોડી રાત્રે રેલવે ટ્રેક પર 4 ફૂટના લોખંડના પાટાનો ટૂકડો ઉભો કરી દેવામાં આવતા ટ્રેનનું એન્જીન બંધ થઇ ગયું હતું. આ બનાવમાં પોલીસે ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા સાથે તપાસ હાથ ધરી છે.

943b2a50 b131 418c 91c3 71a1de2944bc 1727239840703

News18 Gujarati

ઓખાથી ભાવનગર જતી ટ્રેનનું એન્જીન બંધ થઇ ગયું

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ઓખાથી ભાવનગર તરફ જતી એક ટ્રેન બોટાદના કુંડલી ગામ નજીક પહોંચી ત્યારે રેલવે ટ્રેક પર ઉભા કરી દેવામાં આવેલા 4 ફૂટના લોખંડના પાટાના ટૂકડો અથડાયો હતો. જેના કારણે ટ્રેનનું એન્જીન બંધ થઇ ગયું હતું. આ બનાવમાં ટ્રેન સલામત રીતે રેલવે ટ્રેક પર ઉભી રહી જતાં ટ્રેનમાં સવાર મુસાફરોના જીવ બચ્યા હતા. બનાવ અંગે રેલવે વિભાગને જાણ કરવામાં આવતા બોટાદ એસપી, ડીવાયએસપી, રેલવે પોલીસ, રેલવે અધિકારીઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા.

ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા

પોલીસને રેલવે ટ્રેક પરથી લોખંડના ટૂકડા મળી આવ્યા હોવાની વિગતો છે. ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની આશંકા સાથે પોલીસે ડોગ-સ્ક્વોડ અને ડ્રોન કેમેરાની મદદથી તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવ અંગે બોટાદ જિલ્લા એસપી કે.એફ બરોડિયા દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, કુંડલી ગામથી બે કિ.મી.ના અંતેર વહેલી સવારે રેલવે ટ્રેક પર જૂનો પાટાનો ટૂકડો ઉભો કરી દેવામાં આવ્યો હતો. જેની સાથે ટ્રેન અથડાયા બાદ ઉભી રહી ગઇ હતી. બનાવ અંગે રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા પોલીસને જાણ કરવામા આવતા આ અંગે તપાસ હાથ ધરાઈ છે.

fcddda6d 2cc3 409b 8e4c 4141f39787d9 1727239810490

News18 Gujarati

 

 

Group 69

 

 

Related posts

શું આપ આપના મતવિસ્તારના ઉમેદવાર વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગો છો?, KYC – ‘Know Your Candidate’ એપ્લિકેશન દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવારની માહિતી મેળવી શકાશે

KalTak24 News Team

BREAKING: અમદાવાદમાં પોલીસ પરિવારનો સામુહિક આપઘાત,પોલીસકર્મીએ ત્રણ વર્ષની બાળકી અને પત્ની સાથે 12મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો

KalTak24 News Team

એક પત્રકારે પ્રમુખસ્વામી મહારાજ નગર ની મુલાકાત બાદ પોતાનો અનુભવ કર્યો શેર! – શતાબ્દી મહોત્સવ વિશે શું કહયું ?

Sanskar Sojitra
Advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..