Diljit Dosanjh Concert: ગાંધીનગરમાં ગઈ કાલે રાત્રે દિલજીત સિઘનો કોન્સર્ટ યોજાયો હતો. જેમાં દિલજીતે ગુજરાતના ખુબ જ વખાણ કર્યાં હતા. એટલું જ નહીં પરંતુ ગુજરાતમાં દારૂબંધી હોવાથી ગુજરાત સરકારના પણ ખુબ જ વખાણ કર્યાં હતા. આ સાથે સાથે દિલજીત સિઘે કહ્ય કે, ‘હુ ગુજરાત સરકારનો ફેન થઈ ગયો છે.’ વધારે વિગતે વાત કરવામાં આવે તો દિલજીત પોતાના ગીતો અંગે પણ મહત્વની વાત કરી હતી. ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે દારૂના ગીતો નહીં ગાઉ તેમ પણ જણાવ્યું હતું.
હુ દારૂના ગીતો નહીં ગાઉં કેમ ગુજરાત ડ્રાય સ્ટેટ છેઃ દિલજીત
પોતાના રમૂજી અંદાજમાં દિલજીતે કહ્યું કે, આજે મને કોઈ નોટિસ નથી આવી. ગુજરાતના ગાંધીનગરમાં કોન્સર્ટ યોજાયો હતો અને આપણે ત્યાં દારૂબંધી છે તો દિલજીતે કહ્યું કે, ‘આજે હું કોઈ પણ ગીત ‘દારૂ’ ઉપર નહીં ગાઉં કેમકે ગુજરાત ડ્રાય સ્ટેટ છે. મને નથી ખબર, તમે લોકો બોલો રહ્યા છો કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે, કેટલાક બોલી રહ્યા છે કે ડ્રાય સ્ટેટ નથી. જો છે, તો હું ગુજરાત સરકારનો ફેન થઈ ગયો છું. અને જો અહીં દારૂબંધી હોય તો હુ સરકારને સપોર્ટ કરૂં છું. કારણે કે, હું પણ ક્યારેય દારૂ પીતો નથી.’ વધુમાં કહ્યું કે, મે આજ સુધી દારૂને લગતા માત્ર એકથી બે ગીતો જ ગાયા છે.સિંગરે કહ્યું કે, મેં એક ડઝન કરતાં વધુ ભક્તિ ગીતો ગાયાં છે. છેલ્લા 10 દિવસમાં મેં બે ભક્તિ ગીતો લોન્ચ કર્યા છે, એક ગુરુ નાનક બાબાજી પર અને બીજું શિવ બાબા પર.
View this post on Instagram
બોલીવુડના અભિનેતાઓ દારૂનું વિજ્ઞાપન કરે છે, હું નહીંઃ દિલજીત
આ સાથે પોતાના અન્ય ગીતોની પણ વાત કરી અને કહ્યું હતું કે, ‘તમે મને છંછેડશો નહીં બોલીવુડના અભિનેતાઓ દારૂનું વિજ્ઞાપન કરે છે, હું નથી કરતો?’ દેશના જેટલા પણ રાજ્યો છે એ બધા પોતપોતાને ડ્રાય સ્ટેટ જાહેર કરે તો આખી લાઈફમાં દિલજીત ક્યારેય ‘દારૂ’ ઉપર ગીત નહીં ગાય! તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. ખાસ કરીને એવું પણ કહ્યું કે, હતું કે, આખા સ્ટેટને ડ્રાય સ્ટેટ જાહેર ના કરો તો કઈ નહીં પરંતુ મારો પ્રોગ્રામ તે દિવસને ટ્રાય દિવસ જાહેર કરવામાં આવશે તો હું એ દિવસે દારૂને લગતા ગીતો નહીં ગાઉં!
મહત્વની વાત એ છે કે, દિલજીતના કોન્સર્ટ દરમિયાન જ્યારે તેણે કહ્યું કે, હુ દારૂના ગીતો નહીં ગાઉ કેમ કે, ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે લોકોએ કહ્યું હતું કે, ના ના ગુજરાતમાં દારૂબંધી નથી. જો કે, આવા લોકો થોડા જ હતા. બાકી મોટાભાગના લોકોએ કહ્યું હતું કે, હા ગુજરાતમાં દારૂબંધી છે. મહત્વની વાત એ પણ છે કે, ગુજરાતમાં દારૂબંધી તો છે પરંતુ તેનું પાલન સંપૂર્ણપણે નથી થતું એક મોટો સવાલ છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube