- દેવાયત ખવડના જામીન મંજૂર
- ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન
- 6 મહિના સુધી રાજકોટમાં નહીં કરી શકે પ્રવેશ
અમદાવાદ: લોક સાહિત્યકાર દેવાયત ખવડ(Devayat Khavad) છેલ્લા બે મહિનાથી વધુ સમયથી જેલમાં છે.મયૂરસિંહ રાણા પર હુમલા કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દેવાયત ખવડના જામીન હાઇકોર્ટ(HighCourt) મંજુર કર્યા છે. 6 મહિના સુધી રાજકોટ(Rajkot)માં ન પ્રવેશવાની શરતે જામીન મંજૂર થયા છે.આખરે 72 દિવસના જેલવાસ બાદ દેવાયત ખવડના જામીન મંજૂર થયા છે.
6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે જામીન મંજૂર થયા છે. 72 દિવસના જેલ વાસ બાદ દેવાયત ખવડના જામીન મંજુર થયા છે. હાઇકોર્ટમાં એડવોકેટ મેહુલ શાહ અને રાજકોટથી એડવોકેટ અજય જોશી અને સ્તવન મહેતાની દલીલો ધ્યાને લઈ કોર્ટે શરતી જામીન મંજુર કર્યા છે.
આ પણ વાંચો:શું તમારે ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર બ્લ્યુ ટીક જોઈએ છે? માર્ક ઝુકરબર્ગ કરી મહત્વની જાહેરાત
પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર
રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.
જાણો શું હતી ઘટના
ગત સાતમી ડિસેમ્બરના રોજ દેવાયત ખવડ દ્વારા તેમજ તેના એક સાગરિત દ્વારા મયુરસિંહ રાણાને લોખંડના પાઇપ વડે માર મારીને ઇજા પહોંચાડવામાં આવી હતી. જે મામલે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જે ગુનો નોંધાયા બાદ આઠ થી દસ દિવસ સુધી તમામ આરોપીઓ ફરાર રહ્યા હતા. પોલીસ એક પણ આરોપીને સામેથી પકડી શકી નહોતી. તમામ આરોપીઓ થોડા દિવસો બાદ એક બાદ એક કરી પોલીસ સમક્ષ સામેથી હાજર થયા હતા.
આ પણ વાંચો:વિશ્વ માતૃભાષા દિવસે સુરત માં યોજાયું “ક” એટલે કાગળ, કલમ અને કવિતા કાર્યક્રમ.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp