ગુજરાત
Trending

Gujarat Election 2022 : PM મોદીએ મતદાન પૂર્વે માતા હીરાબાના આશીર્વાદ મેળવ્યા,જુઓ તસ્વીરો

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થવાનું છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સોમવારે રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલમાં મતદાન કરવાના છે. જો કે તેની પહેલા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યાં છે.

PM નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવ્યા બાદ ત્યાંથી સીધા ગાંધીનગર જવા રવાના થઈ ગયા હતા. જ્યાં ગાંધીનગરના રાયસણ સ્થિત વૃદાંવન બંગલોઝમાં વડાપ્રધાન પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે જ વડાપ્રધાને માતા સાથે ચા પણ પીધી હતી.

માતા હીરાબા સાથે મુલાકાત કરી
હીરાબાને મળવા માટે તેઓ ભાઇના નિવાસ સ્થાન વૃંદાવન -2 બંગ્લોઝમાં મળવા માટે પહોંચ્યા હતા. અહીંથી તેઓ સીધા જ કમલમ જવા માટે રવાના થયા હતા. અહીં તેઓ મતદાન પહેલાની અંતિમ તૈયારીઓ અંગે માહિતી મેળવશે અને માર્ગદર્શન આપશે. આવતીકાલે સવારે તેઓ 8.30 વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભા વિસ્તારમાં આવેલી રાણીપની નિશાન સ્કુલમાં મતદાન કરવા માટે પહોંચશે.

110bc7f5 1734 4b62 a720 24646a79153c

6e537416 a504 447f acff 98e653957497

નિશાન સ્કુલ ખાતે બંદોબસ્ત ગોઠવ્યો
પીએમ મતદાન કરવા માટે આવવાના હોવાને કારણે નિશાન સ્કુલ ખાતે તમામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસપીજી દ્વારા અને શહેર પોલીસ દ્વારા પણ કડક સુરક્ષા ઘેરો તૈયાર કરવામાં આવ્યો છે. નિશાંત સ્કુલ પર સમગ્ર રાષ્ટ્રના મીડિયાની નજર પણ રહેવાની હોવાથી શાળા અને મતદાનમાં કોઇ કચાશ ન રહે તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

થોડીવાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના કોબા સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચી શકે છે. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેઓ બેઠક કરી શકે છે. 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button