November 21, 2024
KalTak 24 News
Religion

આજનું રાશિફળ/ 28 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય,આજે હનુમાન દાદાની કૃપાથી શનિવારના દિવસે આ 4 રાશિના જાતકોને ખુશ કરી દેશે, આર્થિક રીતે દિવસ સંતોષકારક અને સાંજ આસપાસ ધનલાભ થશે

rashifal with kashtbhanjandev gujarati

Horoscope 28 September 2024, Daily Horoscope: 28 સપ્ટેમ્બર 2024,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi Fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.

Today Horoscope 28 September 2024 આજનું રાશિફળ

મેષ રાશિ (અ.લ.ઈ.)

આ રાશિનાં જાતકો માટે આજે તમે શાંત દિવસ પસાર કરશો. આજે કાર્યક્ષેત્રમાં ધંધો કંઈ ખાસ રહેશે નહીં, છતાં આત્મસંતોષની લાગણીને કારણે મન પરેશાન નહીં થાય. આ દિવસે તમારે તમારા વડીલોના આદેશોનું પાલન કરવું પડશે. સ્પર્ધકો તમારી આગળ ઊભા રહી શકશે નહીં.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

આ રાશિનાં જાતકો માટે આજે તમારા માટે પ્રગતિનો દિવસ છે. કાર્યસ્થળ પર અનુકૂળ વાતાવરણ રહેશે એટલે સફળ થશો, તેના પરિણામ ચોક્કસપણે નાણાકીય લાભોના રૂપમાં મળશે. આજે કોઈપણ વ્યક્તિ કે જે તમારી પાસે થોડી આશા લઈને આવ્યો છે તે ખાલી હાથે નહીં જાય.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

આ રાશિનાં જાતકો માટે નોકરી કરતા લોકોને વધારે કામ મળતા થોડી અગવડતા રહી શકે છે, પરંતુ બપોર સુધીમાં મહેનતનું ફળ મળવાનું શરૂ થઈ જશે. આર્થિક દ્રષ્ટિકોણથી દિવસ સંતોષકારક રહેશે, છતાં પૈસા સંબંધિત કામોમાં સ્પષ્ટતા રાખો. કોઈની સાથે ઝઘડો ના થાય તેની સંપૂર્ણ કાળજી લો.

કર્ક રાશિ (ડ.હ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. ધંધામાં કોઈ ડીલ રદ થવાની અથવા અન્ય કોઈપણ પ્રકારનો અવરોધ ઊભો થાય તેવી સંભાવના છે. પૈસા સંબંધિત કામમાં સાવચેત રહો, નહીં તો નુકસાન થઈ શકે છે. સાથીઓ ઓફિસમાં સહયોગ ઘટાડશે, જેના કારણે તમારું મન પરેશાન થઈ શકે છે.

સિંહ રાશિ (મ.ટ)

આ રાશિનાં જાતકો માટે આ દિવસે તમારો નિત્યક્રમ થોડો અશાંત રહી શકે છે. તમારે કોઈ ખર્ચાળ કામ કરવા પડશે, જે પારિવારિક સુખ અને શાંતિ માટે જરૂરી રહેશે, પરંતુ બજેટ બગડવાનો ભય છે. મોટાભાગે તમે તમારા પોતાનામાં વ્યસ્ત રહેશો, પરંતુ થોડી આળસ કર્યા પછી તમે તમારું કાર્ય પૂર્ણ નિષ્ઠાથી કરી શકશો.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

આ રાશિનાં જાતકો માટે  તમારે અનેક કાર્યોનો સામનો કરવો પડશે. ખર્ચ આવક કરતા વધારે હોઈ શકે છે, પરંતુ ફક્ત જરૂરી કામોમાં ખર્ચ કરશો. નજીકના સમયમાં તમને નાણાંનો લાભ થશે. લવ લાઈફ માટે સમય અનુકૂળ છે અને જીવનસાથી તમારા બધા કામમાં સહકાર આપશે.

તુલા રાશિ (ર.ત.)

આ રાશિનાં જાતકો માટે આજે તમારી અંદર વધુ ચંચળતા રહેશે. જો મન કોઈ એક નિર્ણયને વળગી નહીં રહે તો લાભની તકો ખોવાઈ શકે છે. આજે તમે ઝડપથી કોઈ પર વિશ્વાસ નહીં કરો. શંકા રાખતા ઘરના સભ્યો સાથે બગાડી શકો છો. આજે એકાગ્રતા રહેશે નહીં. આર્થિક લાભ સાંજના આસપાસ થશે.

વૃશ્ચિક રાશિ (ન.ય.)

આ રાશિનાં જાતકો માટે આજે સિદ્ધિનો દિવસ રહેશે. દિવસની શરૂઆતથી કોઈપણ કાર્ય પૂર્ણ કરવા ઉતાવળ રહેશે. વેપારી વર્ગને આજે થોડી વધુ મહેનત કરવી પડી શકે છે. તમે મિત્રો અને પ્રિયજનોને તમારા ઘરે આમંત્રિત કરી શકો છો અને તેમની સાથે વાત કરવા માટે સારો સમય આપી શકો છો.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે વિપરિત પરિસ્થિતિવાળો હોઈ શકે છે. તમે જે પણ કાર્ય કરો છો તેની સફળતા શંકાસ્પદ રહેશે, પરંતુ તમને લાભ થતો રહેશે. પરિવારના સભ્યો તમારો મૂડ સમજી શકશે, જેના કારણે પરસ્પર સુમેળ રહેશે. ધાર્મિક ક્ષેત્રની યાત્રા પણ બનશે.

મકર રાશિ (ખ.જ.)

આ રાશિનાં જાતકો માટે આ દિવસે તમારી પોતાની ભૂલથી નુકસાન પહોંચાડી શકો છો. તમારા નિર્ણયને વળગી નહીં રહો તો જાહેર ક્ષેત્રમાં અથવા પરિવારમાં ટીકાઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પરનો મોટાભાગનો સમય અવ્યવસ્થિત કાર્યોને સુધારવામાં ખર્ચવામાં આવશે.

કુંભ રાશિ (ગ.શ.સ.ષ.)

આ રાશિનાં જાતકો માટે તમારા માટે આજનો દિવસ શાંતિપૂર્ણ રહેશે. તમે કાર્યો પ્રત્યે બહુ ગંભીર નહીં રહો, તેમ છતાં તમે જે કાર્ય કરો છો તેમાં નિશ્ચિત સફળતા મળશે. કોઈને પણ આપેલા વચન સમયસર પૂરા કરવામાં અસમર્થ રહેશો. નાણાકીય રીતે આજનો દિવસ ઓછો નફાકારક રહેશે.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

આ રાશિનાં જાતકો માટે આજે તમે જાહેર કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપશો. તમારા પરિવારની પ્રતિષ્ઠા વધારવા બદલ તમારા પરિવારના સભ્યોને તમારા પર ગર્વ થશે. પરંતુ ઘરના કાર્યોમાં આળસ રાખતા થોડા સમય માટે વાતાવરણ બગડશે. બપોર સુધીનો સમય વ્યસ્ત રહેશે.

 

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. કલતક 24 ન્યૂઝ.કોમ આની પુષ્ટિ કરતુ નથી.

 

 

 

Group 69

 

 

Related posts

શરદ પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સફેદ ગુલાબના 200 કિલો ફુલોનો દિવ્ય શણગાર,દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન આયોજન;હજારો ભક્તોએ કર્યા દર્શન

Sanskar Sojitra

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસમાં શ્રી હરિ જયંતી નિમિતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 1000 કિલો શાકભાજીની હાટડીનો દિવ્ય શણગાર કરાયો; હજારો ભક્તોએ કર્યા દર્શન

KalTak24 News Team

આજનું રાશિફળ/ 30 ઓક્ટોબર 2023નું રાશિ ભવિષ્ય,શંકર ભગવાન આ 4 રશિયા લોકોના દરેક દુઃખો કરશે દુર,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..