Horoscope 26 September 2023, Daily Horoscope: 26 સપ્ટેમ્બર 2023,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi Fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.
Today Horoscope 26 September 2023 આજનું રાશિફળ
મેષ રાશિ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજે તમે તમારા ગૌરવ માટે પૈસા ખર્ચ કરશો. આજે તમે તમારી વાણી અને કાર્યક્ષમતાથી ગરીબોને મદદ કરી શકશો અને અન્ય લોકોને તમારી તરફ આકર્ષિત કરી શકશો. પરિવારના સભ્યો સાથે સમય સારો રહેશે. વાણીમાં મધુરતા સંબંધોમાં પ્રેમની ભાવનામાં વધારો કરશે.
વૃષભ રાશિ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજે તમે ધાર્મિક અને સામાજિક કાર્યોમાં સહકાર આપશો. જો તમે ધંધો કરી રહ્યા છો તો આજે તમારા ધંધામાં પણ કેટલાક નવા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ ફેરફારો તમને ભવિષ્યમાં લાભ અપાવશે. સાંજથી રાત સુધી સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું.
મિથુન રાશિ (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે તમારા માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. સખત મહેનત કરશો તો તમને સફળતા મળશે. નોકરી-ધંધા સંબંધિત તમને કોઈ સારા સમાચાર મળશે. તમે નવી બાબતોમાં રોકાણ કરશો. તમને ક્ષેત્રમાં વિશેષ માન મળે તેવી સંભાવના છે. પરિવારમાં વિવાદ થઈ શકે છે.
કર્ક રાશિ (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજે તમે ઘણી પ્રવૃત્તિઓમાં ભાગ લેશો. આ સમયમાં આધ્યાત્મિકતા દ્વારા જ્ઞાનમાં વૃદ્ધિ થશે. સાંજથી મોડી રાત સુધી તમારી રાહત વધશે. તમારી બુદ્ધિ, સમજશક્તિ, નવા કાર્યો શોધવામાં વ્યસ્ત રહેશે. જો તમે અન્યની ખામીઓને શોધવાનું બંધ કરો છો તો તમારી શાન વધી શકે છે.
સિંહ રાશિ (મ.ટ)
આ રાશિનાં જાતકો માટે આજે આખો દિવસ એકસાથે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં ધ્યાનમાં રાખો કે આજે મનને શાંત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે તમારે દરેક પગલે અસહકાર અને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કેટલાંક કર્મચારીઓ સાથે દલીલો પણ થઈ શકે છે.
કન્યા રાશિ (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજે આખો દિવસ કોઈ બીજા કામમાં મન પરેશાન રહેશે. તમારા બાળકો અને પત્ની પ્રત્યેનો તમારો પ્રેમ વધશે. તમને આજે પ્રમોશન મળશે. સાંજ સુધીમાં તમે અન્ય લોકો અને મુલાકાતીઓને તમારી તરફ આકર્ષિત કરવામાં સફળ થશો. રાત્રે અચાનક મહેમાનો આવવાના કારણે અસુવિધા થશે.
તુલા રાશિ (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજે તમારા પ્રભાવમાં વધારો થશે. જો કે આજે તમે તમારી જાતથી ખુશ રહેશો. કોઈપણ વિરોધીની ટીકા તરફ ધ્યાન ના આપીને આજે તમે તમારું કાર્ય ચાલુ રાખશો. સાંજથી મોડી રાત સુધી આવા બિનજરૂરી ખર્ચો સામે આવશે જે મજબૂરી હેઠળ કરવા પડશે.
વૃશ્ચિક રાશિ (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે નવી શક્યતાઓ લાવશે. નોકરીમાં સિનિયરની મદદથી તમને પ્રમોશન મળશે. જો તમે ધંધો કરો છો તો આજે તમારે થોડું વધારે કામ કરવું પડશે. વડીલોના આશીર્વાદથી આજે તમને કાર્યમાં સફળતા મળશે. સાંજનો સમય સંગીત અને જોવાલાયક સ્થળોમાં પસાર થશે.
ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે મહેનતને કારણે સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે. રાજ્ય અને સમાજ તરફથી ઇચ્છિત સહયોગ પ્રાપ્ત થશે. પરિવાર તરફથી પણ સારા સમાચાર મળવાના સંકેત છે. જો તમે નોકરી કરો છો તો તમારા અધિકારોમાં વધારો થશે, સાથે તમારી જવાબદારીઓ પણ વધશે.
મકર રાશિ (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજે તમારી ઘણી મનોકામનાઓ પૂર્ણ થશે. ફરવાથી કોઈ જરૂરી કામ પૂરા થઈ શકે છે. વ્યવસાયમાં આજે કરેલા પ્રયત્નો ભવિષ્યમાં ફળ આપશે. સફળતા મળશે. પરિવારમાં થોડો વિવાદ થશે, પરંતુ આ માટે તમારે ધૈર્ય રાખવો પડશે. શેર સંબંધિત બાબતોમાં લાભ થશે.
કુંભ રાશિ (ગ.શ.સ.ષ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાયી છે. આજે બિનજરૂરી ખર્ચો આવશે જે તમને કારણ વિના ગુસ્સો અપાવશે. ધ્યાનમાં રાખો કે આ દ્વારા કરવામાં આવેલ કાર્ય બગડે છે, તેથી ધૈર્યથી કામ કરો. સાંજે કોઈ સારા સમાચારને કારણે તમારો ઉત્સાહ વધશે.
મીન રાશિ (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે દિવસના પહેલા ભાગમાં તમારે થોડું વધારે કામ કરવું પડશે. સાંજ સુધીમાં ધનલાભની ઘણી તકો મળશે. જ્યારે પણ મુસાફરીની તકો આવે ત્યારે તમે હંમેશાં તૈયાર છો. આજે સાંજે પણ એવો જ પ્રસંગ બની શકે છે. પાર્ટીમાં કેટલાક સારા અને અસરકારક લોકો સાથે મુલાકાત થશે.
આજનું પંચાંગ
26 09 2023 મંગળવાર
માસ ભાદરવો
પક્ષ શુક્લ
તિથિ બારસ
નક્ષત્ર શ્રવણ સવારે 9.40 પછી ધનિષ્ઠા
યોગ સુકર્મા સવારે 11.44 પછી ધૃતિ
કરણ બવ
રાશિ મકર (ખ.જ.) રાત્રે 8.26 પછી કુંભ (ગ.સ.શ.ષ.)
શુભાંક – આજનો શુભ અંક છે 8
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય – આજે શુભ સમય સવારે 10.47 થી બપોરે 2.10 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે બપોરે 3.00 થી સાંજે 4.30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. કલતક 24 ન્યૂઝ.કોમ આની પુષ્ટિ કરતુ નથી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube