- કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામું
- તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે આપ્યું રાજીનામું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પક્ષ પલટાની મોસમ બરાબરની જામી છે. પોત-પોતાના પક્ષથી નારાજ નેતાઓ પાટલી બદલી રહ્યા છે. તેવામાં કોંગ્રેસ(Congress) માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય(MLA)એ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે(Bhagvan barad) કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.
વારસામાં મળ્યું રાજકારણ
ભગવાન બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ થાય છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા. છેલ્લા ઘણા સમયથી વાતો ચાલી રહી છે કે કોંગ્રેસ છોડી રહ્યા છે.
પક્ષ માંથી આપ્યું રાજીનામું
રાજીનામાં પહેલા સમર્થકો સાથે મિટિંગ કરી હતી
તાલાલા ના ધારાસભ્ય ભગવાન બારડે સમર્થકોની બેઠક યોજી હતી. જેમાં 2000 જેટલા તાલાલા સુત્રાપાડા તાલુકાના સમર્થકો રહ્યા હાજર રહ્યા. જેમાં કોંગ્રેસમાંથી વિદાય અને ભાજપમાં પ્રવેશ મુદ્દે ચર્ચા કરવામાં આવી તેવી ચર્ચાઑ ચાલી રહી છે. ટૂંક સમયમાં ભાજપ માં પ્રવેશ કરે તેવી પ્રબળ શકયતા છે. ભગવાન બારડે તેમના બાદલપરા ફાર્મ હાઉસ ખાતે બેઠક યોજી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભગવાન બારડ એ સમર્થકો પાસે માગ્યું સમર્થન માંગ્યું હતું. સમર્થકોએ પણ ધારાસભ્યની હા માં હા રાખી હોવાની વાત મળી રહી છે .
#GujaratElections2022
ચૂંટણી પહેલા #bagabarad એ @INCGujarat માંથી અપયું રાજીનામું. Mla પદ માંથી પણ આપ્યું રાજીનામું.ટુંક સમયમાં @BJP4Gujarat માં જોડાઇ શકે છે. pic.twitter.com/gSS4milPlT— Sanskar Sojitra (@sanskar_sojitra) November 9, 2022
કોણ છે ભગવાન બારડ?
– ભગવાન બારડ સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાય છે.
– તેઓ તલાલાથી ચૂંટાઈને આવ્યા હતા.
– બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ થાય છે.
– તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે.
– સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા.
– છેલ્લા ઘણા સમયથી વાતો ચાલી રહી છે કે કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે આજે તેઓએ રાજીનામું ધરી દીધું છે
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp