ગુજરાતપોલિટિક્સ
Trending

ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા ક્યાંથી ચૂંટણી લડશે? કેજરીવાલે ટ્વીટ કરીને કરી મહત્વની જાહેરાત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે AAP દ્વારા એક બાદ એક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. આ વચ્ચે AAPમાંથી ગોપાલ ઈટાલિયા(Gopal Italia) કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈને સવાલો હતા. ત્યારે અરવિંદ કેજરીવાલે આજે ટ્વીટ કરીને ગોપાલ ઈટાલિયા તથા મનોજ સોરઠિયા(Manoj Sorthiya) ક્યાંથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરી દીધી છે.

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે કે, “રાજનીતિમાં યુવાઓની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં આપણા પ્રદેશ અધ્યક્ષ અને લોકપ્રિય યુવા ગોપાલ ઈટાલિયાને સુરતની કતારગામ વિધાનસભા અને મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ વિધાનસભાથી ગુજરાતની ચૂંટણી લડાવશે. બંને યુવાઓને શુભકામનાઓ આપું છું.”

 

બે તબક્કામાં થવાનું છે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન આ વિસ્તારમાં થશે :
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન આ વિસ્તારમાં થશે:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button