- પિઝા ખાવાના શોખીનો સાવધાન
- પંચવટી રોડ પાસેના U.S.પિઝાની ઘટના
- ગ્રાહકે ઓર્ડર કરેલા પિઝામાં નીકળ્યા વંદા
Jamnagar News: જો તમે પણ ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર ખાવાના શોખીન છો અને તેનું સતત સેવન કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અમદાવાદ બાદ હવે જામનગરના પિઝા સેન્ટરમાં પિઝામાંથી વંદો નીકળ્યો છે. જામનગર U.S પિઝા સેન્ટર ખાતે પિઝામાંથી વંદો નીકળતા ખળભળાટ મચી ગયો છે. જેનો વીડિયો વાયરલ થતાં ફૂડ વિભાદની ટીમે તપાસ હાથ ધરી છે.
જામનગરના પંચવટી રોડ પાસેના આવેલા U.S.પિઝા સ્ટોરમાં એક ગ્રાહકે પિઝાનો ઓર્ડર કર્યો હતો. જ્યારે ગ્રાહકે પિઝાનું બોક્સ ખોલી પિઝો ખાવાની શરૂઆત કરી ત્યારે પિઝામાં વંદો જોવા મળ્યો હતો. જે બાદ ગ્રાહકે આનો વીડિયો ઉતારી લીધો હતો અને સમગ્ર મામલે પિઝા સ્ટોરના સંચાલકને જાણ કરી હતી.
જામનગરના પટેલ કોલોની 6 નંબર નજીક યુ.એસ.પિઝા નામનું રેસ્ટોરન્ટ આવેલું છે. જ્યાં દરરોજ કેટલાય લોકો પિઝા આરોગવા જાય છે. ગતરોજ બન્યું એવ્યું કે એક્સ આર્મીમેન પી.પી.ગોસ્વામી તેમના પરિવાર સાથે યુ.એસ. પિઝામાં પહોંચ્યા હતા. આ દરમિયાન ઓર્ડર આપ્યા બાદ પ્લેટ પિઝાની સાથે જીવાત પણ જોવા મળી હતી. જે અંગે એક્સ આર્મીમેને સ્થળ પર રેસ્ટોરાં સંચાલકને ફરિયાદ કરી તો યુ.એસ. પિઝાના સંચાલકે માફી માંગી હતી. જે બાદ આજે આ અંગે પી.પી. ગોસ્વામી નામના એક્સ આર્મીમેન ફૂડ શાખાને આધાર પુરાવા સાથે ફરિયાદ કરતા ફૂડ શાખા દ્વારા યુ.એસ.પિઝા ખાતે તપાસ હાથ ધરી હતી.
જે બાદ FSLની ટીમ આજે યુ.એસ પિઝાના આઉટલેટમાં તપાસ કરવા માટે ટીમ સાથે પહોંચ્યા હતા અને આઉટલેટમાં રહેતી ખાદ્ય સામગ્રીની સ્થિતિ તથા સાફ-સફાઈની તપાસ કરી હતી. જેમાં આઉટલેટમાં સ્વચ્છતા ન જળવાતી હોવાથી હાલ તેને 5 દિવસ માટે સીલ કરી દેવામાં આવ્યું છે. આઉટલેટના માલિક દ્વારા કીચનમાં દવાનો છંટકાવ કરી, પાણીના સેમ્પલનો રિપોર્ટ તથા સ્વસ્છતા જળવાય તેની ખાતરી કરતું સર્ટિફિટેક મેળવ્યા બાદ જ આઉટલેટને ફરી ખોલવામાં આવશે.
જે બાદ ગ્રાહકે આ વીડિયો વાયરલ કરી દીધો હતો. વીડિયો વાયરલ થયા બાદ જામનગર મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ એક્ટિવ થઈ ગયું હતું. જે બાદ ફૂડ વિભાગે જામનગરના પંચવટી રોડ પાસેના U.S.પિઝા સ્ટોરમાં તપાસ હાથ ધરી હતી. આપને જણાવી દઈએ કે આ મહિને જ અમદાવાદમાંથી પણ આવી ત્રણ જેટલી ઘટનાઓ સામે આવી હતી.
મહત્ત્વનું છે કે, ગત ગુરૂવારના રોજ જામનગર શહેરની પંચવટી હોસ્પિટલ નજીક છાસવાલાની શોપમાં આવેલી આઇસ્ક્રીમમાંથી વંદો નીકળ્યો હતો. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરતા ફ્રીજમાંથી પણ વંદા મળી આવ્યા હતાં. ત્યારબાદ તાત્કાલિક છાસવાલાની આઇસ્ક્રીમ સહિતની ચીજ વસ્તુઓના વેચાણ બંધ કરાવવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube