KalTak 24 News
ગુજરાત

ગુજરાતના IPS અધિકારીની પત્નીએ કરી આત્મહત્યા,કારણ અકબંધ,પોલીસે તપાસ હાથ ધરી

IPS Officer Wife Suicide
  • અમદાવાદમાં IPSની પત્નીનો આપઘાત 
  • થલતેજ ખાતે નિવાસ સ્થાને કર્યો આપઘાત
  • અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
  • પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી

IPS RT Susra’s Wife Suicide : અમદાવાદમાં એક IPS અધિકારીની પત્નીએ આપઘાત કર્યો હોવાના અહેવાલ છે. થલતેજમાં તેમના નિવાસસ્થાને જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. બનાવની જાણ થતાં બોડકદેવ પોલીસ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, થલતેજના શાંગ્રિલા બંગ્લોઝમાં IPS અધિકારી રાજન સુસરા રહે છે અને તેઓ વલસાડમાં મરીન સિક્યોરિટીમાં એસપી તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેમના 47 વર્ષીય પત્ની શાલુબેને આજે અગમ્યકારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આઇપીએસ અધિકારીના પત્નીએ આત્મહત્યા કરતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો.

બનાવની જાણ થતાં બોડકદેવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ બનાવ સ્થળે પહોંચ્યા હતા. IPS અધિકારીની પત્નીએ શા માટે આત્મહત્યા કરી એ હાલ જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર અહેવાલ અનુસાર,  IPS આર.ટી.સુસરાના પત્ની શાલુબેને આપઘાત કર્યો છે. એક મહિના પહેલા જ લગ્નની 31મી વર્ષગાંઠ ઉજવ્યા બાદ હવે તેમણે અચાનક જીવન ટૂંકાવી છે. આ તરફ હજી સુધી આપઘાતનું કોઈ કારણ સામે આવ્યું નથી. ઘટનાને લઈ બોડકદેવ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.  શાલુબેનની ઉંમર 47 વર્ષ હતી.  બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધાયો છે. 

ગઈકાલે સુરતમાં લગ્ન પ્રસંગે ગયા હતા, ત્યાંથી પરત આવ્યા બાદ આ ઘટના બની છે.  આપઘાત કરવાનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું. શાલુબેન અને  IPS સુસરા સુરત લગ્ન પ્રસંગમાં સાથે હતા. ગઈકાલે સુરતથી સુસરા વહેલા આવી ગયા હતા, જોકે શાલુ બેન રાત્રે આવ્યા હતા.   

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

Tapi River: સુર્યપુત્રી તાપી નદી થઈ બે કાંઠે, ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા નદીનું રૌદ્ર સ્વરૂપ, આકાશી નજારો..

KalTak24 News Team

BREAKING NEWS/ ગુજરાતમાં ભારે વરસાદ બાદ CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં,સ્ટેટ ઈમરજન્સી સેન્ટરમાં સ્થિતિનો મેળવ્યો તાગ

KalTak24 News Team

સુરત/ પી.પી સવાણી પરિવાર દ્વારા આયોજિત ‘માવતર’ લગ્નોત્સવમાં 75 પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં,રાજકીય મહાનુભાવો અને સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન

Sanskar Sojitra
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા