April 8, 2025
KalTak 24 News
Gujarat

CM ભુપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતની સ્થિતિનો મેળવ્યો તાગ,જિલ્લા કલેક્ટરોને આપી મહત્વની સૂચના

સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ પાછલા ૨૪ કલાકમાં વરસ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત આ જિલ્લાઓના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને સમગ્ર સ્થિતિની વિગતો મેળવી હતી.

વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં મદદ માટેની ખાતરી આપી

મુખ્યમંત્રીએ આ સાતેય જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ, પશુધન વગેરેની સલામતી માટેના પ્રબંધન અંગે પણ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં જરૂર જણાયે SDRF-NDRF ની ટીમની મદદ માટે પણ ખાતરી આપી હતી.

સૌથી વધુ વરસાદ વાપીમાં પડ્યો

દરમિયાન રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતમાં જણાવવામાં આવ્યું છે કે, આજે સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ૬૪ મી.મી. થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ ૩૨૬ મી.મી. વલસાડના વાપીમાં નોંધાયો છે.

 

 

 

Related posts

સુરત/ દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સની 983 ઓફિસમાં કુંભ ઘડાની થશે સ્થાપના,5 હજારથી વધુ લોકો સહભાગી થશે

KalTak24 News Team

સુરત/ સોશિયલ મીડિયા થકી બાઈક ચોરનું હદય પરિવર્તન, જાણો બાઈક માલિકે શું કર્યું અને ચોરી કરેલું બાઈક પાછું મુકી ગયા!

KalTak24 News Team

દુર્ઘટના/ જામનગરમાં 30 વર્ષ જુની બિલ્ડીંગનો બ્લોક ધરાશાયી,એક જ પરિવારના 3ના મોત,બચાવ કામગીરી ચાલુ

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં