Kumbha installation in Diamond Burse in Surat: સુરતમાં સહકારી ક્ષેત્રના વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટ અને વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ તરીકે ખ્યાતીપ્રાપ્ત ખજોદ ખાતે નિર્માણ કરાયેલા ડાયમંડ બુર્સ(Surat Diamond Bourse)ના ઉદ્ધાટનનું કાઉનડાઉન શરુ થઇ ગયું છે. આગામી 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિધિવત રીતે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરવામાં આવનાર છે, ત્યારે વિજયા દશમીના દિવસે ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના મોટા ઉદ્યોગકારો તેમના પરિવાર સાથે પોતાની ઓફિસમાં શાસ્ત્રોક્ત વિધિવિધાનથી કુંભ ઘડાનું સ્થાપન કરશે.
આ અંગે ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ પટેલ,એસડીબી કો.ઓ.સોસાયટીના પ્રમુખ નાગજીભાઈ સાકરિયા, સુરત ડાયમંડ બુર્સના મીડિયા કમિટીના સભ્ય દિનેશભાઈ નાવડિયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, 24 ઓક્ટોબર એટલે કે વિજયા દશમીના પર્વ નિમિત્તે સુરત ડાયમંડ બુર્સમાં સુરતના હીરા ઉદ્યોગકારો જે ઓફિસ ધરાવે છે તેવા 983 જેટલા નાના-મોટા ઉદ્યોગકારો તેમના પરિવાર સાથે ઓફિસમાં શાસ્ત્રોક વિધિ અનુસાર વિધિ વિધાનથી કુંભ ઘડાનું સ્થાપન કરશે.
સુરતના હીરા ઉદ્યોગકારોએ જે સપનું જોયું હતું, તે આખરે સત પ્રતિશત સાકર થવા જઈ રહ્યું છે. વિજયા દશમીના પર્વે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના-મોટા ઉદ્યોગકારો તેમના પરિવાર સાથે પોતાની ઓફિસમાં શાસ્ત્રોક્ત વિધિવિધાનથી કુંભ ઘડાનું સ્થાપન કરશે. આ વિરલ ઘટનામાં સુરત ડાયમંડ બુર્સના તમામ કમિટી સભ્યો સમેત પાંચ હજારથી વધુ લોકો જોડાશે.
આ ઉપરાંત 21 નવેમ્બરના રોજ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ પટેલ દ્વારા પોતાની ઓફિસ જે મુંબઈમાં હાલ કાર્યરત છે. તે ઓફિસને મુંબઈમાં બંધ કરીને સુરત ડાયમંડ બુર્સમાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિધિવત રીતે સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા ઉદ્ઘાટન સમારોહમાં દુનિયાના દિગજ ઉદ્યોગપતિઓને પણ આમંત્રિત કરવાની તૈયારી સુરત ડાયમંડ બુર્સ દ્વારા કરી દેવામાં આવી છે.PM મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા ભવ્યાતિભવ્ય ઉદ્ધાટન સમારોહની વિગતો આગામી સમયમાં જણાવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube