June 17, 2024
KalTak 24 News
Gujarat

દુર્ઘટના/ જામનગરમાં 30 વર્ષ જુની બિલ્ડીંગનો બ્લોક ધરાશાયી,એક જ પરિવારના 3ના મોત,બચાવ કામગીરી ચાલુ

Jamnagar accident

Jamnagar News : જામનગરમાં મકાન ધરાશય થયાની મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં ન્યુ સાધના કોલોની વિસ્તારમાં ત્રણ માળનું મકાન એકાએક જમીનદોસ્ત થયું હતું. આ દુર્ઘટનાને પગલે વિસ્તારવાસીઓમાં ઉહાપોહની સાંથે સાથે અફરાતફરી મચી જવા પામી હતી. બીજી બાજુ દુર્ઘટનાની જાણ થતાની સાથે જ 108ની ટીમ તથા જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ અને સ્થાનિક પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં કાટમાળ હટાવવા સહિતની કામગીરી હાથ ધરી છે.હજી વધુ લોકો દટાયા હોવાની આશંકાના પગલે સ્નિફર ડોગની પણ મદદ લેવામાં આવી રહી છે.આ દુર્ઘટનામાં જયપાલ સાદીયા, મિતલ સાદીયા અને શિવા નામના બાળક સહિત ત્રણ કામભાગીઓના હોસ્પિટલ બિછાને મોત નિપજયા છે.

sadhna

સાધનાકોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં M-69 બ્લોક આજે સાથે ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ બ્લોકમાં એક ફ્લોર પર બે ફ્લેટ હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયેલા છે. મોટાભાગના મકાનમાં લોકો હાલ વસવાટ કરતા હોવાનું જામવા મળ્યું છે. આ મકાન 25 વર્ષ કરતા વધુ જૂના છે. ત્યારે રાજ્યમાં જર્જરિત બિલ્ડિંગ હવે મોટી સમસ્યા બની રહી છે.

પરિવાર થઈ ગયો વેર વિખેર
સાધનાકોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં M-69 બ્લોક આજે સાથે ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ બ્લોકમાં એક ફ્લોર પર બે ફ્લેટ હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયા છે. આ ઘટનામાં ત્રણ વ્યક્તિનું મૃત્યુ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં 35 વર્ષની મહિલા મિતલ જયપાલ સાદિયા, 35 વર્ષીય જયપાલ રાજેશભાઈ સાદિયા અને 4 વર્ષીય શિવરાજ જયપાલ સાદિયાનું મૃત્યુ થયું હોવાની વિગતો સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મૃત્યુ પામેલી મહિલા ગર્ભવતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

ત્યારે આ અકસ્માતને પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં બેથી ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હાલમાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. બચાવકાર્ય પૂર્ણ થયા બાદ જ જાનમાલની નુકશાની અંગેનો ખ્યાલ આવશે. આ બિલ્ડીંગમાં છ મકાનમાં લોકો રહેતા હતા.

sadhna

ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે
આ દુર્ઘટનામાં 6ના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે તો હજુ પણ કાટમાળમાં 3 થી 4 લોકો ફસાયા હોવાનું અનુમાન છે,આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં એકઠા થયા છે. બીજી બાજુ દુર્ઘટનાની જાણ થતાની સાથે જ મ્યુની. કમિશ્નર મોદી, ધારાસભ્યો, સાંસદ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર ઈમારત ધરાશાયી થવાની જાણ થતા જામનગરના સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, એસપી, કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે.

new project 3 1687528014

108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળ પર હાજર રખાયો

ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાના કારણે કાટમાળમાં કેટલાક લોકો દટાયાની પૂરતી શક્યતા છે. જેથી હાલ જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઘટનાસ્થળ પર 5થી વધુ 108 તૈયાર રાખવામાં આવી છે.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related posts

સૌથી મોટા સમાચાર/ ગીફ્ટ સીટી ખાતે દારુના સેવન મુદ્દે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય,નિયમોના પાલન સાથે ‘વાઈન એન્ડ ડાઈન’ સુવિધા થશે ઉભી

KalTak24 News Team

એક સુરીલા યુગનો અંત: ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન,વહેલી સવારે જામનગર ખાતે લીધા અંતિમ શ્વાસ

KalTak24 News Team

Surat/ સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા બની તોફાની,જુઓ ફોટો

KalTak24 News Team