Surat News: સુરત શહેરમાં જિમની અંદર કાપડ વેપારીનું મોત નિપજ્યું હતું. કાપડ વેપારી ટ્રેડમિલ પર ચાલી રહ્યા હતા. તે દરમ્યાન તેઓ એકાએક ઢળી પડ્યા હતા. ત્યાં હાજર લોકોએ સીપીઆર પણ આપ્યા હતા, પરંતુ વેપારીનો જીવ બચી શક્યો ન હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ સુરતના ભટાર વિસ્તારમાં રહેતા કાપડ વેપારી દ્વારકાદાસ મારું(60 વર્ષ) જિમમાં ટ્રેડમિલ પર ચાલી રહ્યા હતા આ દરમ્યાન તેઓની તબિયત લથડી હતી. તેઓ એકાએક ઢળી પડ્યા હતા. જેથી ત્યાં હાજર લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. હાજર લોકોએ વેપારીને સીપીઆર પણ આપ્યા હતા પરંતુ વેપારીનો જીવ બચી શક્યો ના હતો.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કાપડના વેપારીનું હાર્ટ એટેકથી મોત થયું હતું.
ગભરામણ થયા બાદ વેપારી ઢળી પડ્યા
હાલના દિવસોમાં હાર્ટ એટેકની સંખ્યા વધી રહી છે. યુવાન હોય કે વૃદ્ધ હાર્ટ એટેકના શિકાર લોકો બની રહ્યા છે. આ વચ્ચે સુરત શહેરના ભટાર વિસ્તારમાં રહેતા કાપડના વેપારીને હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના સીસીટીવી રૂમમાં કેદ થઈ હતી. દરરોજની જેમ કાપડના વેપારી દ્વારકાદાસ મારુ જિમ પહોંચ્યા અને ટ્રેડમિલ પર ચાલતાં ચાલતાં અચાનક તેમને ગભરામણ થઈ અને તેઓ ટ્રેડમિલ પરથી ઢળી પડ્યા હતા.
આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે વેપારી ટ્રેડમિલ પર ચાલી રહ્યા હતા. આ દરમ્યાન અચાનક તેઓ ત્યાં ઢળી પડ્યા હતા. ત્યાં હાજર અન્ય લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. વેપારીને સીપીઆર આપ્યા હતા. જો કે વેપારીને હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાયા હતા.
જિમમાં હાજર કોઈને પણ ખ્યાલ ન હતો કે અચાનક શું થઈ ગયું? દરરોજની જેમ, તેઓ સામાન્ય રીતે ટ્રેડમિલ પર ચાલી રહ્યા હતા અને તેની બાજુમાં એક વ્યક્તિ પણ તે જ રીતે ટ્રેડમિલ પર ચાલી રહ્યો હતો. પરંતુ અચાનક જ તેઓ નીચે ઢળી પડ્યા હતા. તેમને જોઈ જિમમાં તમામ લોકો દોડીને તેમની પાસે આવી ગયા. તેમને સતત સીપીઆર આપવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનું મોત થયું હતું. 14મીએ સવારે 6:55 કલાકે બનેલી ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube