સુરતમાં અસામાજિક તત્ત્વો છાસવારે માથા ઊંચકતા હોય છે. ત્યારે હવે રૌફ જમાવવા માટેનો પ્રયાસ એક બિલ્ડર દ્વારા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સરથાણા વિસ્તારની વ્રજરાજ રેસિડેન્સીમાં બિલ્ડરે રૌફ પ્રદર્શિત કરવામાં ભાન ભૂલ્યા હતાં. મોંઘીદાટ ફોર્ચ્યુનર કારમાં બેસીને હવામાં ફાયરિંગ કર્યુ હતું. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સરથાણા પોલીસ સ્ટેશન નજીક આવેલી વ્રજરાજ રેસિડેન્સીમાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રે બિલ્ડર ઘુસાભાઈ બુહા ફોર્ચ્યુનર કાર સાથે સોસાયટીમાં ઘૂસી આવ્યો હતો. અહીં બેઠેલા બાળકો સહિતના લોકો સાથે વાતચીત કર્યા બાદ કારની અંદર જ બેઠા બેઠા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેને પગલે બાળકો સહિત લોકો ભયભીત થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જો કે, ફાયરિંગ કરનાર જમીન દલાલની પોલીસે ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે. તેણે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેમની પાસે લાયસન્સવાળી ગન છે અને થોડા સમયથી ટેસ્ટિંગ કર્યું નહોતું એટલે ટેસ્ટિંગ કરવા ફાયરિંગ કર્યું હતું હતું.
ઘટનાસ્થળથી સરથાણા પોલીસ સ્ટેશન 500 મીટર જ દૂર
મળતી માહિતી પ્રમાણે, સુરતના સરથાણા પોલીસ સ્ટેશનની પાછળની સાઈડ 500 મીટરના અંતરે વ્રજરાજ રેસિડેન્સી આવેલી છે. ગત રાત્રે 9:30 વાગ્યા આસપાસ એક કારચાલક સોસાયટીમાં ઘૂસી આવ્યો હતો. સોસાયટીની અંદર પસાર થયા બાદ A 4 બિલ્ડિંગની બહાર બેસેલા બાળકો અને લોકો પાસે રિવર્સમાં કાર લાવ્યો હતો. ત્યારબાદ તેમની સાથે કોઈક શખસ અંગે પૂછપરછ કરી હતી. જો કે, ત્યાં બેઠેલા લોકો કઈ જાણતા ન હોવાનું કહ્યું હતું.
બાળકો સહિતના લોકો ડરી ગયા હતા
કાલચાલકની બાજુની સીટ પર બેસેલા એક શખસ દ્વારા લોકો સાથે વાતચીત કર્યા બાદ અચાનક જ પોતાની પાસે રહેલી ગનથી કારમાં બેઠા બેઠા જ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગના કારણે ત્યાં બેઠેલા બાળકો સહિતના લોકો ડરી ગયા હતા. આ સાથે જ તે આસપાસ રહેલા લોકોને પણ હટી જવા માટે કહી રહ્યા હતા. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે.
ઘટના બાદ પોલીસ દોડી આવી હતી
પોલીસ સ્ટેશનની પાછળની સાઈડ જ આવેલી સોસાયટીમાં ફાયરિંગના બનાવના પગલે સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા સીસીટીવીના આધારે કારના નંબર સહિતની અને ફાયરિંગ કરનાર શોધખોળ હાથ ધરી હતી. જો કે, ગણતરીની કલાકોમાં જ પોલીસે ફાયરિંગ કરનાર બિલ્ડરની ધરપકડ કરી લીધી છે. તેમજ ફોર્ચ્યુનર કાર પણ કબ્જે કરી લીધી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube