September 20, 2024
KalTak 24 News
Entrainment

Nitin Desai Death: બોલીવૂડ જગતને મોટો આંચકો,ફેમસ આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ કરી આત્મહત્યા-આર્થિક તંગીને લીધે કર્યો આપઘાત

Nitin Desai Death
  • હિન્દી સિનેમા માટે આઘાતજનક સમાચાર 
  • આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ કરી આત્મહત્યા 
  • કર્જતમાં તેમના એનડી સ્ટુડિયોમાં ફાંસી લગાવી લીધી

Nitin Desai Suicide(Death) News: હિન્દી સિનેમા જગત માટે એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. બોલીવૂડના પ્રસિદ્ધ આર્ટ ડિરેક્ટર નિતિન દેસાઈ(Nitin Desai)એ આપઘાત કરી લીધો છે. તેમના મૃત્યુના અહેવાલ સામે આવતા જ દરેકને આંચકો લાગ્યો હતો. સિનેમા જગતમાં સન્નાટો પ્રસરી ગયો હતો.

નિતિન દેસાઈએ કર્જતમાં તેમના એન.ડી.સ્ટુડિયો(ND Studios) ખાતે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પોલીસે અત્યાર સુધી તેમના મૃત્યુના કારણ વિશે વધુ માહિતી આપી નથી. પણ એવા અહેવાલ છે કે તેમણે આપઘાત કર્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી હતી.

આત્મહત્યાના બે કારણો સામે આવી રહ્યા છે.એક નાણાકીય કટોકટી, બીજી તબીબી સમસ્યા.જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. મહારાષ્ટ્રના ધારાસભ્ય મહેશ બાલ્ડીએ આજે ​​કહ્યું કે તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.તેણે કહ્યું કે આ તેની આત્મહત્યાનું કારણ હોઈ શકે છે.

માહિતી અનુસાર નિતિન દેસાઈએ સવારે 4:30 વાગ્યે એન.ડી.સ્ટુડિયોમાં ફાંસો ખાઈ લીધો હતો. પૈસાની તંગીના લીધે તેમણે જીવન ટૂંકાવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. કર્જતના ધારાસભ્ય મહેશ બાલ્ડીએ કહ્યું કે નીતિન દેસાઈએ આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી છે. તેમણે કહ્યું, નીતિન દેસાઈ મારા વિધાનસભા ક્ષેત્રમાં આવતા હતા. તેઓ લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. આર્થિક સંકડામણના કારણે તેણે આજે સવારે એનડી સ્ટુડિયોમાં આત્મહત્યા કરી લીધી હતી.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે નીતિન દેસાઈ 9 ઓગસ્ટે તેમનો 58મો જન્મદિવસ ઉજવવાના હતા. પરંતુ અફસોસની વાત એ છે કે તેમના જન્મદિવસ પહેલા જ તેમણે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું.

નીતિને 1989માં ફિલ્મ પરિંદાથી આર્ટ ડાયરેક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે ઘણી સુપરહિટ ફિલ્મોના સેટ તૈયાર કર્યા હતા. તેમણે ડિઝાઇન કરેલા પ્રખ્યાત ફિલ્મોના સેટમાં પ્યાર તો હોના હી થા, હમ દિલ દે ચૂકે સનમ, મિશન કાશ્મીર, રાજુ ચાચા, દેવદાસ, લગાન, બાજીરાવ મસ્તાનીનો સમાવેશ થાય છે.

Devdas Art Director Nitin Desai No More! Dies By Suicide At His ND Studios In KarjatNitin Desai

4 વખત નેશનલ એવોર્ડ મળ્યો
નીતિન દેસાઈને બેસ્ટ આર્ટ ડિરેક્ટર તરીકે 4 વખત નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. બે દાયકા સુધી ફેલાયેલી તેમની કારકિર્દીમાં, નીતિન દેસાઈએ બોલીવુડના ઘણા જાણીતા ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કર્યું, જેમાં સંજય લીલા ભણસાલી, વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હિરાણી, આશુતોષ ગોવારિકર જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. સિનેમાની દુનિયામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.

નીતિન દેસાઈએ 1987માં ટીવી શો ‘તમસ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેઓ એક જ સેટ પર 13 દિવસ અને 13 રાત રોકાયા હતા. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, તે સમયે જો તે 15 મિનિટ માટે નહાવા ગયા હોય તો પણ તેમને લાગ્યું કે તે તેની 15 મિનિટ વેડફી દીધી છે.

નીતિન દેસાઈ વર્ષ 1989થી આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. નીતિન દેસાઈએ ઘણી ફિલ્મોમાં ફિલ્મ સેટ ડિઝાઇનર તરીકે કામ કર્યું છે. નીતિન દેસાઈએ લગાન, દેવદાસ, હમ દિલ દે ચૂકે સનમ, પ્રેમ રતન ધન પાયો અને જોધા અકબર જેવી ફિલ્મોમાં ફિલ્મ સેટ ડિઝાઇનર તરીકે કામ કર્યું છે. નીતિનને ચાર વખત બેસ્ટ આર્ટ ડાયરેક્શનનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ અને દેવદાસ માટે બેસ્ટ આર્ટ ડાયરેક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યો છે.

 

 

Related posts

એક વાર મોસ્ટ અવેઈટેડ ગુજરાતી ફિલ્મ ‘ફકત પુરૂષો માટે’માં જોવા મળશે,આ બ્લોકબ્લાસ્ટર ફિલ્મના ટ્રેલરમાં અમિતાભ બચ્ચન;આ તારીખે થશે ફિલ્મ રિલીઝ

KalTak24 News Team

Munmun Dutta/ ઓરેન્જ ડ્રેસમાં મુનમુન દત્તાએ બતાવી કિલર સ્ટાઈલ,તમે પણ કહેશો વાહ….,જુઓ PHOTOS

KalTak24 News Team

TMKOC: ‘તારક મહેતાના સેટ પર ‘ચંપક ચાચા’ થયા ઘાયલ, શૂટિંગ દરમિયાન થઈ ઘટના

Sanskar Sojitra