રાષ્ટ્રીય
Trending

MISSION CHANDRAYAAN-3: ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષા છોડી ચંદ્રની 3.8 લાખ કિમી લાંબી મુસાફરી શરૂ કરી, 5 ઓગસ્ટનો દિવસ મહત્વપૂર્ણ

Mission Chandrayaan-3: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ મંગળવારના રોજ ચંદ્રયાન-3 અવકાશયાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી સફળતાપૂર્વક પાર કરાવીને ચંદ્રની ભ્રમણકક્ષા તરફ મોકલી દીધું છે. ઈસરોએ નિવેદનમાં કહ્યું કે, ચંદ્રયાન-3 એ પૃથ્વીની ભ્રમણકક્ષાનું પરિક્રમા પૂર્ણ કરી લીધું છે અને હવે તે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે.

આમ તો ઈસરોએ આ કામ માટે Chandrayaan-3ને ઈન્ટિગ્રેટેડ મોડ્યુલના એન્જિનને લગભગ 20થી 26 મિનિટ માટે ઓન કર્યું હતું. પ્લાનિંગ તો 12.30 થી 12.23 વાગ્યાની વચ્ચે આ કામ કરવાની હતી. પરંતુ ઈસરો વૈજ્ઞાનિકો એક કરલાકનું માર્જિન લઈને ચાલી રહ્યા હતા. જેથી તોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે. 

5 ઓગસ્ટ મહત્વપૂર્ણ દિવસ

ઈસરોએ જણાવ્યું કે, ISTRAC (ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક) એ સફળતાપૂર્વક પેરીજી ફાયરિંગ કર્યું. જે બાદ સ્પેસક્રાફ્ટે ચંદ્ર તરફની યાત્રા શરૂ કરી દીધી છે. જે બાદ હવે 5 ઓગસ્ટ, 2023 ના રોજ, ચંદ્રયાન-3 અવકાશયાન ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. આ પછી, 16 ઓગસ્ટ સુધી, અવકાશયાન ચંદ્રની ભ્રમણકક્ષાની આસપાસ ભ્રમણ કરશે. ત્યારબાદ લેન્ડર 17 ઓગસ્ટે ચંદ્રની સપાટીથી 100 કિમી ઉપર પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ જશે. ચંદ્રયાન-3 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરવાનું છે.

આ ઓર્બિટથી ચંદ્રની તરફ જવા માટે ગતિને 2.38 કિમી પ્રતિસેકન્ડથી ઓછી કરીને 1KM પ્રતિસેકન્ડ કરવામાં આવશે. બીજી ડીઓર્બિટિંગ 20 ઓગસ્ટે કરવામાં આવશે. ત્યારે ચંદ્રયાન-3ના લેન્ડરને 100X30 મીટરના લૂનર ઓર્બિટમાં નાખવામાં આવશે.

અલગ થયા પહેલા બન્ને મોડ્યુલ ચંદ્રના ચારે તરફ 100X100 કિમીના બીજા ઓર્બિટમાં ચક્કર લગાવશે. 18 ઓગસ્ટ 2023એ શરૂ થશે ડીઓર્બિટિંગ એટલે કે ડીબૂસ્ટિંગ. લેન્ડર મોડ્યુલરની ગતિને ઓછી કરવામાં આવશે.

ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે

ઈસરોએ તેની મહત્વાકાંક્ષી યોજના ચંદ્રયાન-3 અવકાશયાન 14 જુલાઈના રોજ બપોરે 2.35 કલાકે શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું હતું. ચંદ્રયાન-3માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને ત્યાં 14 દિવસ સુધી સંશોધનો કરશે. આ મિશન દ્વારા ISRO ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે તે જાણવાની સાથે ચંદ્રની જમીનનો અભ્યાસ કરશે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button