ગુજરાત
Trending

BREAKING: સુરતમાં દુષ્કર્મ આચરી દોઢ વર્ષની બાળકીની હત્યાનો કેસ, નરાધમને કોર્ટે ફાંસીની સજા સંભળાવી-11 જ દિવસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરી દેતા ફેંસલો

  • સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલો
  • કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી
  • આરોપીને ઝડપી 11 દિવસમાં તૈયાર કરાઈ હતી ચાર્જશીટ 

Surat Rape Case: શહેરના સચિન વિસ્તારમાં પાંચ મહિના પહેલા બે વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપી યુસુફ ઈસ્માઈલ જમાતને સુરત કોર્ટે ફાંસીની સજા સંભળાવી, 11 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી.  સુરત કોર્ટે વળતરનો પણ આદેશ કર્યો પીડિત પરિવારને દસ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

સુરતના સચિન સ્થિત ક્પલેઠા વિસ્તારમાં રહેતા એક પરિવારની બે વર્ષીય બાળકીને તેના પિતાનો મિત્ર આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદ (ઉ.23) 27 ફેબ્રુઆરીના રોજ બાળકીને રમાડવા આવ્યો હતો અને બાળકીને પોતાની સાથે લઇ ગયો હતો. બાળકી મોડે સુધી ઘરે પરત નહી આવતા પરિવારે બાળકીની શોધખોળ હાથ ધરી હતી અને બનાવની જાણ પોલીસને કરી હતી. બનાવની ગંભીરતા જોઈ પોલીસ તપાસમાં જોડાઈ હતી દરમ્યાન બાળકીની લાશ બંધ મકાનના કમ્પાઉન્ડમાંથી મળી આવી હતી.

22 1690960153

બાળકી દરરોજની જેમ પાડોશમાં રહેતા પિતાના મિત્ર ઇસ્માઇલ યુસુફના ઘરે સોમવારે સાંજે રમવા માટે ગઈ હતી અને બાદમાં મૃત હાલમાં મળી આવી હતી. જેથી પોલીસે પાડોશી ઇસ્માઈલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ ટીમની મહેનત બાદ યુસુફને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યો હતો. તો બાળકીના મૃતદેહને પણ પીએમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું, આરોપીએ બાળકીના શરીરના અંગો પર ઈજા પહોંચાડી હતી. પોતાના મોબાઈલમાં ઈજા કઈ રીતે પહોંચાડી તેનો વીડિયો પણ ઉતાર્યો હતો

જેથી સચીન પોલીસે માસુમ બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના ગુનામાં આરોપી ઇસ્માઇલ હજાતને જેલભેગો કરી ચાર્જશીટ તૈયાર કરવાની કામગીરી હાથ ધરી દીધી હતી. પોલીસે 11 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી દીધી હતી. સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપી વિરુદ્ધ ચાર્જફ્રેમ થયા બાદ માત્ર પાંચ જ મહિનાના ટૂંકાગાળામાં સ્પીડી ટ્રાયલ ચલાવીને કુલ 59 સાક્ષીઓ તથા 70 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જે બાદ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો.

rIhgJ22CCPBwhsuNgn0rLBgPjk29EhsWAORkf76p

ચોર્યાસી તાલુકાના કપ્લેથા ગામમાં માત્ર દોઢ વર્ષની બાળકીનું અપહરણ-દુષ્કર્મ,હત્યા કરી પોક્સો એક્ટના ભંગ કરવાના ગુનામાં કોર્ટે દોષી ઠેરવેલા ઈસ્માઈલ હજાતના મોબાઈલ ડેટા મેળવવામાં આવ્યા હતા.સરકારપક્ષે એફએસએલના અધિકારીઓના રિપોર્ટને રજુ કરીને આરોપીના મોબાઈલમાંથી કુલ 215 જેટલી નાની ઉંમરના બાળકો પર હિંસા આચરવા, તેની હત્યા કેવી રીતે કરવી,નાભિના ભાગે ઈજા કરવા સહિતની આપત્તિજનક ઈમેજ અને ક્લીપ્સ મળી આવી હતી.જેનો અમલ કરતો હોય તેમ ઈસ્માઈલ હજાતે ભોગ બનનાર બાળકીની નાભિના ભાગે બચકાં ભરીને ગંભીર ઈજા પહોંચાડી હોવાનું પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા મેડીકલ એવીડન્સમાં પુરવાર થયું હતુ. તદુપરાંત 23 વર્ષીય આરોપી ઈસ્માઈલે દોઢ વર્ષની બાળકી સાથે જઘન્ય કૃત્ય આચર્યા પહેલાં પણ પોતાની વયથી 10-15 વર્ષ મોટી વયની મહીલા સાથે પણ સંબંધો હોવાનું મોબાઈલ ડેટાની વિગતોમાં બહાર આવ્યું હતુ.

આ બનાવના 5 મહિનામાં જ આ કેસની ન્યાયિક કાર્યવાહી સુરતના છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ સકુંતલાબેન સોલંકી સાહેબની કોર્ટમાં ચલાવવામાં આવી હતી. ત્યારે ગત સુનાવણીમાં આરોપીને ઇન્ડિયન પીનલ કોડ કલમ 302, 363, 366, પોસ્કો એક્ટ 376, એ,બી, 377 વગેરે કલમ હેઠળ દોષિત જાહેર કરાયો હતો. આરોપીને દોષિત જાહેર થયા બાદ સજા અંગે આજે દલીલો કરવામાં આવી હતી, જેમાં આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણવામાં આવે, જેથી આરોપીને મહત્તમમાં મહત્તમ ફાંસીની સજા થાય એની માગણી સરકારી વકીલ દ્વારા કરવામાં આવી છે. જેને આધારે કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.

જેથી મોડી સાંજે દોષી ઠરેલા ઈસ્માઈલ હજાતની વિરુધ્ધ માસુમ બાળકી પર દુષ્કર્મ-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય તથા હત્યા જેવા ગંભીર ગુના આચર્યા હોઈ સરકારપક્ષે આરોપી વિરુધ્ધના કેસને રેરેસ્ટ ઓફ રેર ગણીને કેપીટલ પનીશમેન્ટની મહત્તમ સજા-દંડ તથા ભોગ બનનારના પરિવારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર ચુકવવા પણ માંગ કરી હતી.જ્યારે આરોપીના બચાવપક્ષે લીગલ એઈડના વકીલ પંચોલીએ આરોપી યુવાન વયના હોવા ઉપરાંત માતા-પિતા તથા એક બહેનનું ભરણ પોષણ કરતા હોઈ ગુનાઈત ઈતિહાસ ન હોઈ મહત્તમને બદલે ઓછી સજા કરવા માંગ કરી હતી.જેથી બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે ચુકાદો આગામી તા.૨જી ઓગષ્ટ સુધી મુલત્વી રાખ્યો છે. આજે ઉઘડતી કોર્ટના સમયે ભરી અદાલતમાં દોષી  ઈસ્માઈલ હજાતને  ઈપીકો 376(એ)(બી) પોક્સો એકટની કલમના ભંગ બદલ ઈસ્માઈલ હજાતને પીટલ પનીશમેન્ટની સજા, 1 હજાર દંડ તથા ભોગબનનાર બાળકીના પરિવારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ.10 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button