November 21, 2024
KalTak 24 News
Gujarat

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર,પહેલીવાર ગુજરાતમાં વહેલી લેવાશે;જાણો ગુજરાત બોર્ડની વિષયવાર પરીક્ષાની તારીખો

gujarat-board-exam-4-13-oct-768x432
  • શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
  • 27 ફેબ્રુઆરી 2025થી શરુ થશે બોર્ડની પરીક્ષા
  • 13 માર્ચ 2025 સુધી ચાલશે બોર્ડની પરીક્ષા

Gujarat Board Exam: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષ કરતા આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા વહેલી લેવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. જેમાં આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા વહેલી લેવા જણાવાયું છે. 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ 12ના ત્રણેય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મૂકવામાં આવ્યો છે.

gsseb 1

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની જાહેરાત કરાઈ છે. જે મુજબ આગામી મુખ્ય બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરીથી માર્ચમાં લેવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા 12થી 15 દિવસ વહેલી 27 ફેબ્રુઆરીથી જ શરૂ થઈ જશે અને 13 દિવસ વહેલી 13મી માર્ચે જ પરીક્ષા પુરી થઈ જશે.

5

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. દર વર્ષે બોર્ડની પરીક્ષા 15 માર્ચથી શરૂ કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે 15 દિવસ વહેલી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10ની અને 12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પણ 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી યોજાશે. જ્યારે ધોરણ 12ની સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુ પ્રવાહની 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય 10થી 1.15 સુધીનો રહેશે. જ્યારે ધોરણ 12નો સમય 3થી 6.15 સુધીનો રહેશે. ધોરણ 10ના વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નોપત્રો 80 ગુણના રહેશે.

22 1729001038

ધોરણ 10 ની પરીક્ષા 10 માર્ચ ના રોજ પૂર્ણ થશે

27 માર્ચથી શરુ થનારી પરીક્ષાનું પહેલું પેપર ફર્સ્ટ લેન્ગવેજનું રહેશે. વિદ્યાર્થીઓ માટે રાહતની વાત એ છે કે મોટાભાગના પેપર વચ્ચે વિદ્યાર્થીઓને અંતિમ તૈયારી માટે એક દિવસની રજા મળે છે. એક માર્ચે ગણિત, 3 માર્ચે સામાજિક વિજ્ઞાન, 5 માર્ચે સેકેંડ લેન્ગવેજ અંગ્રેજી , 6 માર્ચે સેકેંડ લેંગ્વેજ ગુજરાતી અને 8 માર્ચે વિજ્ઞાનનું પેપર રહેશે. અંગ્રેજી અને ગુજરાતી સિવાયના અન્ય સેકેંડ લેંગ્વેજની પરીક્ષા 10 માર્ચે લેવાશે.

21 1729001047

23 1729001319

ધોરણ 12 ના ત્રણેય પ્રવાહ ની પરીક્ષા 27 ફેબ્રુઆરી થી શરુ થશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી લેવાશે. પહેલું પેપર ભૌતિક વિજ્ઞાનનું લેવામાં આવશે. ધોરણ 12 ની પરીક્ષાનો સમય બપોરે 3 વાગેથી 6:30 સુધીનો રહેશે. આ સાથે સામાન્ય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરુ થશે જે 13 માર્ચના રોજ પૂર્ણ થશે.

6

15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે

દરેક પ્રશ્ન પત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીને ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટેની શરૂઆતની પાંચ મિનિટ અને પ્રશ્નપત્ર વાંચવા માટે 10 મિનિટ ફાળવવામાં આવશે. અને જવાબ લખવા માટે નિયમ મુજબ 1 કલાકથી 3 કલાક સુધીનો સમય રહશે. પ્રથમ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર પર શરૂ થવાના 30 મિનિટ પહેલાં પહોંચવાનું રહેશે. બાકીના દિવસોએ 20 મિનિટ અગાઉ રહેવાનું રહેશે.

23 માર્ચે લેવાશે ગુજકેટની પરીક્ષા

આ સાથે જ ગુજકેટ 2025ની પરીક્ષાની તારીખ પણ જાહેર કરાઈ છે. શિક્ષણ વિભાગે વર્ષ 2025 માટે રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ A-Bના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 23 માર્ચ 2025ના રવિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજવામાં આવશે.

ગુજકેટની પરીક્ષા 23 માર્ચ 2025ના રવિવારના રોજ સવારે 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે. ગુજકેટ 2025નું આવેદનપત્ર ઓનલાઈન ભરવાની તારીખ તથા માહિતી બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે તે અંગેની જાણ અખબારી યાદી દ્વારા હવે પછીથી જાહેર કરવામાં આવશે.

 

 

 

Advertisement
Advertisement

 

Group 69

 

 

Related posts

સિંહોનું વેકેશન પૂરુ: આજથી સાસણ ગીર નેશનલ પાર્કમાં સિંહ દર્શન થશે,અહીં મેળવો સમય, ટિકિટની કિંમત અને એન્ટ્રી ફી સહિતની તમામ માહિતી

KalTak24 News Team

BIG BREAKING/ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર,આવતીકાલે જાહેર થશે પરિણામ,4 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત;નોંધી લો સમય

KalTak24 News Team

જામનગરમાં અઢી વર્ષની બાળકી રમતાં રમતાં 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..