- સવારે જૂના સંસદ ભવન પહોંચ્યા હતા સાંસદો
- સાંસદોનું ચાલી રહ્યું હતું ગ્રુપ ફોટો સેશન
- અચાનક બેહોશ થઈ ગયા હતા સાંસદ નરહરી અમીન
Narhari Amin unconscious during New Parliament photo session : આજનો દિવસ ભારતીય લોકશાહી માટે સુવર્ણ અક્ષરે લખાશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા એ સત્તાવાર રીતે નવા સંસદ ભવનને (New Parliament Building) સંસદ ભવનનો દરજ્જો આપ્યો છે. લોકસભા સચિવાલયે પણ એક જાહેરનામું બહાર પાડ્યું છે. નિયમોનુસાર સંસદનું સત્ર શરૂ કરવા માટે આ કરવું જરૂરી છે.
ફોટો સેશન દરમ્યાન ગુજરાતના સાંસદ થયા બેભાન
આજે ગણેશ ચતુર્થીના પાવન અવસર પર નવી સંસદના શ્રીગણેશ થઈ રહ્યાં છે. ત્યારે જુના સંસદ ભવનમાં સાંસદોનું ફોટોસેશન કરાયુ હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી સહિત તમામ સાંસદો હાજર હતા. ત્યારે ગુજરાતના ભાજપના સાંસદ નરહરિ અમીનની (Narhari Amin) તબિયત લથડી હતી. તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક નરહરિ અમીનની સંભાળ લીધી. હાલ નરહરિ અમીનની તબીયત સારી છે.
View this post on Instagram
હાલમાં સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. આજે સત્રનો બીજો દિવસ છે. નવા સંસદ ભવનમાં આજથી સત્રની કાર્યવાહી શરૂ થશે. આ સાથે ભારતે એડવિન લ્યુટિયન્સ દ્વારા ડિઝાઇન કરાયેલ 96 વર્ષ જૂના સંસદ ભવનને ટાટાને બાય-બાય કહ્યું છે. મહિલા આરક્ષણ બિલને સોમવારે મોદી કેબિનેટે વિશેષ સત્ર દરમિયાન મંજૂરી આપી હતી.
ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાથમાં બંધારણની નકલ સાથે જૂની સંસદથી નવી સંસદ સુધી પગપાળા યાત્રા કરશે. તેમની સાથે લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોના 795 સાંસદો પણ હાજર રહેશે. આ સાથે 96 વર્ષ જૂનું સંસદ ભવન ઈતિહાસના પાનામાં નોંધાઈ જશે.
નવી સંસદમાં પ્રવેશતા પહેલા સંસદમાં કામ કરતા કર્મચારીઓ અને સુરક્ષા દળો માટે નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. નવી સંસદમાં પ્રથમ દિવસની કાર્યવાહી દરમિયાન સુરક્ષાકર્મીઓ નવા ડ્રેસમાં જોવા મળ્યા હતા.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi, Rajya Sabha Chairman and Vice President Jagdeep Dhankhar, Lok Sabha Speaker Om Birla and other Parliamentarians gather for the joint photo session ahead of today’s Parliament Session. pic.twitter.com/burhE7OGX1
— ANI (@ANI) September 19, 2023
ભારતના નવા સંસદ ભવનનાં વિવિધ પ્રવેશદ્વારો પર મુકવામાં આવેલી જાજરમાન પ્રાણીઓની મૂર્તિઓ પાછળ ઘણી વસ્તુઓ પણ સમજાવે છે. સંસદના છ પ્રવેશદ્વારોમાં શુભ પ્રાણીઓ તેમજ પૌરાણિક જીવોની મૂર્તિઓ છે જેને “દ્વારપાલ” તરીકે મૂકવામાં આવ્યા છે. પ્રવેશદ્વાર પરના શિલ્પોમાં ગરુડ, ગજ (હાથી), અશ્વ (ઘોડો), મગર, હંસ અને શાર્દુલા (પૌરાણિક પ્રાણી)નો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દરેક પ્રાણી પ્રકૃતિ અને તેના વિવિધ સ્વરૂપોનું પ્રતીક છે.
માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તેને લોકસભામાં રજૂ કરી શકે છે. આ પહેલીવાર નથી જ્યારે મહિલા અનામત બિલ ગૃહના ટેબલ પર આવશે. 1996થી 27 વર્ષમાં સંસદમાં આ મહત્વનો મુદ્દો ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ તે બંને ગૃહમાં પસાર થઈ શક્યું ન હતું. 2010માં તેને રાજ્યસભામાં પણ હોબાળા વચ્ચે પસાર કરવામાં આવ્યુ હતું. પરંતુ તે લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube