PM Modi Meditation In Kanyakumari: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજથી દેશના સૌથી દક્ષિણ છેડે આવેલા કન્યાકુમારીમાં પ્રસિદ્ધ વિવેકાનંદ રોક મેમોરિયલમાં 45 કલાકની ધ્યાન સાધના શરૂ કરી દીધી છે. કન્યાકુમારી પહોંચ્યા પછી તેમણે ભગવતી અમ્મન મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.
#WATCH | Kanniyakumari, Tamil Nadu | PM Narendra Modi meditates at the Vivekananda Rock Memorial, where Swami Vivekananda did meditation. He will meditate here till 1st June pic.twitter.com/X4bvAdgZLs
— ANI (@ANI) May 31, 2024
ત્યાર બાદ, તેઓ એક હોડીમાં સવાર થઈ ને દરિયા કિનારાથી લગભગ 500 મીટર દૂર સમુદ્રમાં એક પહાડ પર સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચ્યા અને ધ્યાન શરૂ કર્યું જે 1 જૂન સુધી ચાલુ રહેશે. રોક મેમોરિયલ પહોંચ્યા પછી તેમણે ‘ધ્યાન મંડપમ’માં ધ્યાન શરૂ કર્યું છે.આ દરમિયાન તેઓ નાળિયેર પાણી, દ્રાક્ષના જ્યુસનું સેવન કરશે. આ દરમિયાન વડાપ્રધાન મૌન વ્રત ધારણ કરશે. તે ધ્યાન રૂમમાંથી બહાર આવશે નહીં.
અહીં મળ્યો હતો વિવેકાનંદને જીવનનો હેતુ
ભારતનો દક્ષિણ છેડો કન્યાકુમારી એટલે કે એ સ્થાન જ્યાં ભારતનો પૂર્વ અને પશ્ચિમી દરિયાકિનારો મળે છે. તે હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રનું મિલન સ્થળ પણ છે. વિવેકાનંદથી પ્રભાવિત, વડા પ્રધાન, 70 થી વધુ દિવસો સુધીના ચૂંટણી પ્રચારને ખતમ કર્યા પછી, ગુરુવારે સાંજે એ ઐતિહાસિક સ્થાન પર પહોંચ્યા જ્યાં વિવેકાનંદને તેમના જીવનનો હેતુ મળ્યો હતો.
ભગવતી અમ્માન મંદિરમાં કરી પૂજા
વડાપ્રધાન હેલિકોપ્ટર દ્વારા તિરુવનંતપુરમથી 97 કિમી દૂર તમિલનાડુના કન્યાકુમારી પહોંચ્યા, જ્યાં તેમનું હેલિકોપ્ટર 300 મીટર દૂર વિવેકાનંદ મંડપમની સામે ઉતર્યું. વડા પ્રધાન મોદી કન્યાકુમારી પહોંચ્યા કે તરત જ કાફલો સીધો ભગવતી અમ્માન મંદિર તરફ ગયો. જ્યાં તેમણે વિવેકાનંદ રોક મેમોરિયલ જતા પહેલા પૂજા કરી હતી.
પીએમના રોકાણ માટે ભારે સુરક્ષા વ્યવસ્થા
વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે પીએમ મોદીના 45 કલાકના રોકાણ માટે ભારે સુરક્ષા સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. બીચ શનિવાર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે અને ખાનગી બોટને પણ પ્રવેશ આપવામાં નહીં આવે. દેશના દક્ષિણ છેડે આવેલા આ જિલ્લામાં 2 હજાર પોલીસકર્મીઓની ટીમ તૈનાત રહેશે અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કડક તકેદારી રાખશે.એટલું જ નહીં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ પણ દરિયાઈ સરહદ પર દેખરેખ રાખી રહ્યા છે.
આ સ્મારક સ્વામી વિવેકાનંદની યાદમાં બનાવવામાં આવ્યું છે, જેમણે દેશનો પ્રવાસ કર્યા પછી 1892 ના અંતમાં ત્રણ દિવસ સુધી સમુદ્રની નીચે આ પહાડ પર ધ્યાન કર્યું અને વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું. આ સ્મારક હિંદ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનું મિલન સ્થળ પણ છે. મહત્વની વાત એ છે કે વડાપ્રધાન મોદીએ પણ ચૂંટણી પ્રચાર દરમિયાન 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણને મુખ્ય મુદ્દો બનાવ્યો છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, દેવી પાર્વતી આ જ સ્થાન પર એક પગ પર ઉભા રહેલા ભગવાન શિવની રાહ જોતા હતા. સ્વામી વિવેકાનંદના જીવનમાં વિવેકાનંદ રોક મેમોરિયલનું સ્થાન સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જે રીતે ગૌતમ બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો હતો. એ જ રીતે, સમગ્ર દેશનો પ્રવાસ કર્યા પછી, ભારત માતાનું વિકસિત સ્વરૂપ સ્વામી વિવેકાનંદના ધ્યાન પર આવ્યું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube