- 134 દિવસમાં તમારી પાસે હોય તેટલી તમામ 2000 રૂપિયાની નોટો બદલવી પડશે
- બેંકમાં નોટો પરત આપી શકાશે
- 4 મહિનાની અંદર તમામ નોટો પાછી આપવાની રહેશે
- 23 મે બાદ માત્ર 30 સપ્ટેમ્બર સુધી નોટો પરત આપી શકાશે
- 23 મે બાદ એક વખતમાં 20 હજાર રૂપિયા (10 નોટ)સુધીની નોટો બદલી શકાશે
- 2000 રૂપિયાની તમામ નોટો પરત ખેંચી લેવાનો રિઝર્વ બેંકનો નિર્ણય
Currency Note: કેન્દ્રીય રિઝર્વ બેંકે રૂપિયા 2,000ની ચલણની નોટોને વ્યવસ્થામાંથી પાછી ખેચવાનો નિર્ણય કર્યો છે. અલબત આ ચલણની નોટો અત્યારે માન્ય છે. મધ્યસ્થ બેંકે બેન્કોને 30મી સપ્ટેમ્બર,2023 સુધીમાં રૂપિયા 2,000ની ચલણી નોટોને બદલવા માટે સુવિધા પૂરી પાડવા માટે આદેશ કર્યો છે. એટલે કે આ નોટો 30મી સપ્ટેમ્બર,2023 સુધી તેની માન્યતા રહેશે.
₹2000 Denomination Banknotes – Withdrawal from Circulation; Will continue as Legal Tenderhttps://t.co/2jjqSeDkSk
— ReserveBankOfIndia (@RBI) May 19, 2023
રૂપિયા 20 હજાર મર્યાદામાં બદલી શકાશે
રિઝર્વ બેંકની માહિતી પ્રમાણે 23 મે, 2023થી કોઈ પણ બેંકમાં એક સાથે રૂપિયા 2000ની ચલણી નોટોને અન્ય મૂલ્યવર્ગમની નોટો સાથે બદલી શકાશે અને નોટ બદલવાની આ મર્યાદા રૂપિયા 20,000 છે.
ભારતીય રિઝર્વ બેંકે રૂ. 2000 ની નોટ પર મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક અનુસાર, રૂ. 2000 રૂપિયાની નોટ કાનૂની ટેન્ડર રહેશે, પરંતુ તેને ચલણમાંથી બહાર કાઢવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંકે દેશની બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની કિંમતની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. રિઝર્વ બેંકે આ નિર્ણય ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ લીધો છે. વર્ષ 2016માં રિઝર્વ બેંક દ્વારા નોટબંધી બાદ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી.
RBI 2000 रुपये के नोट को चलन से वापस ले लेगा लेकिन यह वैध मुद्रा बना रहेगा। pic.twitter.com/J52eTUEofI
— ANI_HindiNews (@AHindinews) May 19, 2023
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ટ્વિટ કરી આ અંગે જાહેરાત કરવામાં આવી છે.
આરબીઆઈએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે 2018-19માં જ બે હજારની નોટ છાપવાનું બંધ કરવામાં આવ્યું હતું. વર્ષ 2016 નવેમ્બરમાં નોટબંધી બાદ 2000 હજાર રુપિયાની નોટ લાવવામાં આવી હતી. નોટબંધીમાં 500 અને 1000 રુપિયાની નોટ બંધ કરવામાં આવી હતી.
નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2000 હજાર રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી. નોટબંધી દરમિયાન 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી. આ દરમિયાન સરકારે કહ્યું હતું કે ભ્રષ્ટાચારને ખતમ કરવા અને નકલી નોટો છાપવા પર અંકુશ લગાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. તેના પર વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકારે આ નિર્ણય વિચાર્યા વગર લીધો છે.
બેંકોમાં નોટ બદલવાની પ્રક્રિયા 23 મેથી શરૂ થશે
લોકો તેમના બેંક ખાતામાં રૂ. 2,000ની નોટો જમા કરાવી શકશે અથવા કોઈપણ બેંક શાખામાં જઈને અન્ય મૂલ્યોની નોટો સાથે બદલી શકશે. લોકોએ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, એક સાથે વધુમાં વધુ 20,000 રૂપિયાની નોટો બદલી શકાય છે. આ પ્રક્રિયા 23 મેથી શરૂ થશે અને 30 સપ્ટેમ્બર 2023ના રોજ સમાપ્ત થશે.
2000ની 33,630 લાખ નોટો ચલણમાં હતી
વર્ષ 2017-18 દરમિયાન દેશમાં 2000ની નોટ સૌથી વધુ પ્રચલિત હતી. આ દરમિયાન બજારમાં 2000ની 33,630 લાખ નોટો ચલણમાં હતી. તેમની કુલ કિંમત 6.72 લાખ કરોડ રૂપિયા હતી. 2021માં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં માહિતી આપી હતી કે, છેલ્લા બે વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી.
કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ