April 8, 2025
KalTak 24 News
Sports

Axar Patel Marriage : મેહાની સ્ટાઈલ પર અક્ષર પટેલ બન્યો ક્લીન બોલ્ડ, લગ્નમાં ક્રિકેટરે કર્યો જોરદાર ડાન્સ

Axar Patel-Meha Patel Wedding: કે.એલ રાહુલ અને અથિયા શેટ્ટી બાદ ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ(Axar Patel) પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ગઈકાલે વસંત પંચમીએ ક્રિકેટરે વડોદરા(vadodara)માં મેહા પટેલ સાથે લગ્ન કરી લીધા અને આજે તેમનું ઉત્તરસંડામાં રિસેપ્શન યોજાવાનું છે. ત્યારે હવે કપલના લગ્ન સેરેમનીના વીડિયો(Video) સામે આવી રહ્યો છે. જેમાં મહેંદી સેરેમનીનો એક વીડિયો સામે આવી રહ્યો છે, જેમાં અક્ષર પટેલ અને મેહા પટેલ સોન્ગ પર ડાંસ કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.

મહેંદી સેરેમનીમાં કપલના પરફોર્મન્સનો વીડિયો સામે આવ્યો
અક્ષર આ વીડિયોમાં ‘તુ માન મેરી જાન’ સોન્ગ પર સ્ટેજ પર ડાંસ કરતા દેખાય છે. જેમાં કપલનું પરફોર્મન્સ જોઈને લગ્નમાં આવેલા મહેમાનો પણ ઝૂમી ઉઠ્યા હતા. લગ્નના કારણે અક્ષર પટેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. અક્ષર અને મેહા 10 વર્ષથી એકબીજાને જાણે છે અને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ પાછલા વર્ષે જાન્યુઆરીમાં બંનેએ સગાઈ કરી હતી. આ બાદ બંને ઘણીવાર સાથે રજાઓ માણતા જોવા મળ્યા છે.

ગઈકાલે વડોદરામાં થયા બંનેના લગ્ન
નોંધનીય છે કે, ગઈકાલે રાત્રે વડોદરામાં અક્ષર અને મેહા લગ્નના બંધનમાં બંધાઈ ગયા. ગુજરાતી રીતિ-રિવાજો અનુસાર યોજાયેલા આ લગ્નમાં અક્ષર પટેલની જાન નીકળી હતી. જાનૈયાઓ સાથે અક્ષર પટેલ કેવી રીતે તૈયાર થઈને રંગે ચંગે જાન લઈ નીકળ્યો હતો તેના વીડિયો સામે આવ્યા હતા. દરમિયાન તેની બહેન સહિતના જાનૈયાઓએ મન મુકીને ડાન્સ કર્યો હતો. જેના પણ કેટલાક વીડિયોઝ સામે આવ્યા હતા.

આ પણ વાંચો:બૉલિવૂડની ‘ધાકડ ગર્લ’ કંગના રણૌતના ટ્વિટર એકાઉન્ટ પરથી હટાવવામાં આવ્યો પ્રતિબંધ

જાણો કોણ છે મેહા પટેલ
નોંધનીય છે કે મેહા અને અક્ષરે ગયા વર્ષે જ સગાઈ કરી હતી. હવે બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અક્ષરની મંગેતર મેહા પટેલ વ્યવસાયે ન્યુટ્રિશનિસ્ટ છે. તે સોશિયલ મીડિયા પર ડાયટ પ્લાન પણ શેર કરે છે. અક્ષર પટેલ અને મેહા અમેરિકા સહિત અન્ય દેશોમાં ઘણી વખત સાથે રજાઓ ગાળતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો:1 ફેબ્રુ.એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે INDvsNZ T-20 મેચ,રૂપિયા 500થી લઈને 10 હજાર સુધીનો છે ભાવ,બુકિંગ શરૂ

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

BAN Vs SL: ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ ઘટના,આ રીતે આઉટ થનાર એન્જેલો મેથ્યૂસ વિશ્વનો પહેલો બેટ્સમેન

KalTak24 News Team

WPL 2024/ આજથી વુમન્સ પ્રીમિયર લીગનો પ્રારંભ,દિલ્હી અને બેંગલુરુમાં રમાશે તમામ મેચો; જાણો ટૂર્નામેન્ટના મેચની તમામ માહિતી…

KalTak24 News Team

લગ્નના બંધનમાં બંધાયો CSKનો આ પ્લેયર, જુઓ લગ્નના ફોટોઝ

KalTak24 News Team