ગુજરાત
Trending

વરાછા ના ધારાસભ્ય કુમાર કાનાણીનો મનપા કમિશ્નરને પત્ર,”મારા વિસ્તારમાં જો ગંદકી-દુર્ગંધ દૂર નહીં થાય અને જન આંદોલન થશે તો..”

Surat News: સુરત 161 વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી(Kumar Kanani)એ સુરત મનપા કમિશ્નરને પત્ર લખી ખાડી વિસ્તારની અસંખ્ય સોસાયટીઓને ગંદકી-દુર્ગંધ અને મચ્છરના ત્રાસમાંથી મુક્તિ કરવા બાબતે રજૂઆત કરી છે. એટલું જ નહી જો આ સમસ્યા હલ નહી થાય તો જન આંદોલનમાં પોતે પણ જોડાશે તેવી ચીમકી પણ પત્રમાં આપવામાં આવી છે.

આ પણ વાંચો: Axar Patel Marriage : મેહાની સ્ટાઈલ પર અક્ષર પટેલ બન્યો ક્લીન બોલ્ડ, લગ્નમાં ક્રિકેટરે કર્યો જોરદાર ડાન્સ

દેશના સૌથી સ્વચ્છ શહેરોના સર્વેમાં ગુજરાતમાંથી સુરતે બાજી મારી હતી. સુરત ફરી એકવાર ભારત બીજા નંબરનું સ્વચ્છ શહેર તરીકે ઉભરી આવ્યું હતું. 40 લાખથી વધુની વસ્તી ધરાવતા સૌથી ક્લીન સિટીનો એવોર્ડ સતત ત્રીજા વર્ષે સુરતે જીત્યો હતો. ઓક્ટોબર 2022માં કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ 2022નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ જ સ્વચ્છ શહેરના વરાછા વિસ્તારમાં લોકો ગંદકીના કારણે પરેશાન થયા છે. વરાછાના ખાડી વિસ્તારની અસંખ્ય સોસાટીઓ ગંદકીનું સામ્રાજ્ય બની ગઈ છે. લોકો ગંદકી, દુર્ગંધ અને મચ્છરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. વર્ષોથી અનેક રજૂઆત કરવા છતાં તેમની સમસ્યાઓનું કોઈ નિવારણ આવ્યું નથી. જેથી સ્થાનિકો દ્વારા વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને રજૂઆત કરવામાં આવતા તેમણે તંત્રને ખુલ્લો પત્ર લખી આંદોલનની ચીમકી આપી છે.

…તો મારે આંદોલન કરવુ પડશે
ધારાસભ્ય કાનાણીએ આજે મનપા કમિશનરને લેખિત પત્ર પાઠવ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે મારા વિસ્તારમાં આવેલા ખાડી કિનારા પર અસખ્ય સોસાયટીના લોકો મરછર, ગંદકી તેમજ દુર્ગંધના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. વર્ષોથી આ પ્રશ્ન બાબતે વારંવાર રજૂઆતો કરતા આવ્યા છીએ, પરંતુ ખાડીના ત્રાસમાંથી લોકોને મુક્ત કરવા કોઈ ઝડપી અને નક્કર કામગીરી થયેલ નથી અને વહીવટીતંત્ર દ્વારા કોઈ કામગીરીનો રીપોર્ટ પણ આપવામાં આવતો નથી.

ધારાસભ્યને પણ ગાંઠતા નથી અધિકારી !
પત્રમાં લખ્યું છે કે,કામની સમીક્ષા પણ કરવામાં આવી નથી, અને મને ફોન પર ફક્ત જવાબ આપી દેવામાં આવે છે કે કામ ચાલુ છે થઇ જશે. પણ કામ થતું નથી અને હવે લોકો કંટાળી ગયેલ હોય અસંખ્ય સોસાયટીના લોકો દ્વારા મારી પાસે આવી આ પ્રશ્ન હલ કરવાની રજૂઆત કરી છે. અને જો પ્રશ્ન હલ ના થાય તો જન આંદોલન કરવાની ધમકી પણ આપેલ છે. તો આ પ્રશ્ન તાત્કાલિક હલ કરવા મારી માંગણી છે અને જો લોકો જન આંદોલન કરશે તો ના છૂટકે મારે પણ આ જન આંદોલનમાં જોડાવું પડશે જેની ખાસ નોંધ લેશો.

આ પણ વાંચો:બૉલિવૂડની ‘ધાકડ ગર્લ’ કંગના રણૌતના ટ્વિટર એકાઉન્ટ પરથી હટાવવામાં આવ્યો પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય કુમાર કાનાણીએ અગાઉ વિદેશ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓના લોન બાબતે પણ પત્ર લખી રજૂઆત કરી હતી અને હવે તેઓએ વર્ષો જુના ખાડીના પ્રશ્ન બબાતે રજૂઆત કરી છે. ત્યારે જોવાનું રહે છે કે આ માત્ર રજૂઆત જ છે કે પછી આ મામલે કોઈ નક્કર કામગીરી થશે અને લોકોને આ સમસ્યામાંથી છુટકારો પણ મળશે.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button