Maharashtra-Jharkhand Election Date Announce : ભારતીય ચૂંટણી પંચે (Election Commission) આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીઓની સાથે 48 વિધાનસભા બેઠકો અને બે લોકસભા બેઠક પરની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુની ઉપસ્થિતિમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આ ચૂંટણીની જાહેરાત કરી છે.
Maharashtra to vote in a single phase on 20th November.
Jharkhand to vote in two phases – on 13th November and 20th November.
Counting of votes on 23rd November.#MaharashtraElection2024 #JharkhandElection2024 pic.twitter.com/8EdfTQX7uE
— ANI (@ANI) October 15, 2024
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે, ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે મતદાન
ચૂંટણી પંચની જાહેરાત મુજબ મહારાષ્ટ્રમાં 20મીએ મતદાન યોજાશે અને 23મીએ પરિણામ જાહેર કરાશે. જ્યારે ઝારખંડમાં બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરે મતદાન યોજાશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. પેટા ચૂંટણીની વાત કરીએ તો દેશની કુલ 48 વિધાનસભા બેઠકો પર 13 નવેમ્બરે મતદાન યોજાશે. જ્યારે કેરળની વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠકો માટે 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે અને 23મી નવેમ્બરે પરિણામ જાહેર કરાશે.
ઝારખંડમાં બે તબક્કામાં યોજાશે મતદાન
ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસબાની ચૂંટણીની તારીખ જાહેર કરીને બે તબક્કામાં ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે. પંચની જાહેરાત મુજબ પ્રથમ તબક્કાનું મતદાન 13મી નવેમ્બરે જ્યારે બીજા તબક્કાનું મતદાન 20મી નવેમ્બરે થશે. જ્યારે બંને તબક્કાની ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં 20મીએ મતદાન
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં 20મીએ મતદાન યોજાશે, જ્યારે 23મીએ ચૂંટણીના પરિણામની જાહેરાત કરાશે. જાહેર મુજબ 22 ઓક્ટોબરે નોટિફિકેશન, નોમિનેશનની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર, નોમિનેશન સ્ક્રુટિની 30 ઓક્ટોબર, ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ ચોથી નવેમ્બર રહેશે.
ઝારખંડમાં 24 જિલ્લાની 81 બેઠકો પર મતદાન
ઝારખંડ ચૂંટણી અંગે ચૂંટણી પંચે કહ્યું કે, 24 જિલ્લાની 81 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. આ 81 બેઠકોમાંથી 44 બેઠકો જનરલ કેટેગરીની છે. જ્યારે 9 બેઠકો એસસી માટે અને 28 બેઠકો એસટી કેટેગરી માટે અનામત છે.
મતદાન મથક પર ખુરશીઓની વ્યવસ્થા કરાશે
ચૂંટણી પંચે કહ્યું કે, મતદાન વખતે મતદારોને કોઈ અગવડ ન પડે તે માટે કેટલીક ખુરશીઓ મુકવામાં આવશે. ખાસ કરીને મતદાન કરતી વખતે વૃદ્ધોને લાઈનમાં ન ઉભા રહેવું પડે તે માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવશે. વૃદ્ધોને ઘરેથી મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ થશે.
ઝારખંડમાં કુલ 2.6 કરોડ મતદારો
ચૂંટણીની તારીખોની જાહેરાત દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, ઝારખંડમાં કુલ 2.6 કરોડ મતદારો છે. મહારાષ્ટ્ર વિશે માહિતી આપતા CECએ કહ્યું કે રાજ્યમાં કુલ 1,00,186 મતદાન મથકો બનાવવામાં આવશે.
જમ્મુ-કાશ્મીર અને હરિયાણાના મતદારોને અભિનંદન
પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં મુખ્ય ચૂંટણી કમિશનરે હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરના મતદારોને મતદાનમાં તેમની મજબૂત ભાગીદારી માટે અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકોએ લોકશાહીના તહેવારને ઐતિહાસિક બનાવ્યો છે. તેઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને તેમના અધિકારનો ઉપયોગ કર્યો છે. તેમણે મતાધિકારનો સારી રીતે ઉપયોગ કર્યો અને લોકશાહીનો મજબૂત પાયો નાખ્યો છે. આ ચૂંટણીઓમાં જે જુસ્સો દર્શાવવામાં આવ્યો છે તે લાંબા સમય સુધી યાદ રહેશે. હવે આ લોકતાંત્રિક યાત્રાને આગળ વધારવી એ જમ્મુ-કાશ્મીરના લોકો પર નિર્ભર છે.
‘કુછ તો લોગ કહેગેં, લોગોં કા કામ હૈ કહના…’
મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, અમે નવા ગોલ્ડ સ્ટાન્ડર્ડ સેટ કરી રહ્યા છીએ. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં 130 કરોડ રૂપિયાની જપ્તી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની ચૂંટણીમાં કોઈ હિંસા થઈ નથી. એક પણ ગોળી ચલાવવામાં આવી નથી. દર ચૂંટણીમાં ઘટતી હિંસા અને વધતી જતી વોટ ટકાવારી દર્શાવે છે કે લોકો મતદાનમાં ભાગીદારી વધારી રહ્યા છે. કુછ તો લોગ કહેગેં, લોગોં કા કામ હૈ કહના…
બંને રાજ્યોમાં ચૂંટણીનો માહોલ જામશે
મહારાષ્ટ્ર અને ઝારખંડનું રાજકીય માહોલ હાલ ગરમાયો છે. જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો હાલમાં એકનાથ શિંદેની શિવસેનાની આગેવાની હેઠળની સરકાર છે, જેમણે જૂની શિવસેના સામે બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવીને રાજ્યમાં સરકાર બનાવી હતી. આ સરકારમાં NCPનો અજિત જૂથ પણ સામેલ છે. આ ચૂંટણીમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે શું મહારાષ્ટ્રના મતદારો વર્તમાન સરકારમાં વિશ્વાસ મૂકે છે કે પછી શિવસેના (ઉદ્ધવ જૂથ), એનસીપી (શરદ જૂથ) અને કોંગ્રેસને સરકાર બનાવવાની તક મળે છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube