November 21, 2024
KalTak 24 News
Gujarat

વડોદરા જેવી જ ઘટના સુરતમાં! મિત્ર સાથે ઉભેલી સગીરાને 3 નરાધમોએ બનાવી શિકાર

image 37

Gang Rape in Magrol : રાજ્યમાં હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે.રાજ્યમાં વડોદરા જેવી જ વધુ એક શર્મનાક ઘટના સામે આવી છે. સુરત (Surat)ના માંગરોળ(Mangrol)ના બોરસરાં ગામની સીમમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. રાત્રીના સમયે સગીરા તેના એક મિત્ર જોડે ઊભી હતી તે દરમિયાન અજાણ્યા ત્રણ ઈસમો આવ્યા હતા. અજાણ્યા ઈસમોએ સગીરા સાથેના યુવકને માર મારી ભગાડી દીધો હતો. બાદમાં નજીકમાં અવાવરું જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. ત્રણ પૈકી એક ઈસમે દુષ્કર્મ આચર્યું હતું. અન્ય બે ઈસમોએ દુષ્કર્મ આચર્યું છે કે નહીં એ તપાસનો વિષય છે.

whatsapp image 2024 10 09 at 100654 am 1728449037

આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરતનાં માંગરોળ તાલુકાનાં બોરસરાં ગામમાં રહેતી સગીરા રાત્રિનાં સમયે તેના એક મિત્ર જોડે ઊભી હતી ત્યારે ત્રણ અજાણ્યા ઇસમો ત્યાં આવ્યા હતા. અજાણ્યા ઈસમોએ સગીરા સાથેનાં યુવકને ઢોર માર મારીને ત્યાંથી ભગાડી દીધો હતો. ત્યાર બાદ સગીરાને નજીકની અવાવરૂં જગ્યા પર લઈ ગયા હતા. ત્રણ પૈકી એક યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે અન્ય બે ઇસમોએ દુષ્કર્મ આચર્યું હતું કે નહીં તે અંગે તપાસ થઈ રહી છે.

m1 1728448190

ઘટનાને અંગેની જાણ થતા જ સુરત જિલ્લા રેન્જ IG, સુરત જિલ્લા પોલીસ વડા, LCB, SOG અને કોસંબા પોલીસ સ્થળ પર પહોંચ્યા છે. તેમજ આરોપીને પકડવા માટે ડોગ સ્કોડની મદદ લેવાઇ છે. હાલ પીડિતાના પરિવારનાં નિવેદનો લેવાઈ રહ્યાં છે.

m2 1728448346

એક યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

માહિતી અનુસાર, અજાણ્યા શખ્સોએ સગીરાના મિત્રને માર-મારીને ભગાડી દીધા બાદ સગીરાને ધાકધમકી આપી અને પછી નજીકની અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા. આ પછી ત્રણમાંથી એક શખ્સે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે અન્ય 2 શખ્સે દુષ્કર્મ આચર્યું કે કેમ તે તપાસનો વિષય છે.કોસંબા પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે. સાથે જ સગીરાનું પોલીસ મથકમાં નિવેદન લેવામાં આવ્યું છે. સાથે જ પીડિતાના પરિવારના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે. પોલીસે આ કેસની સઘન તપાસ કરવા માટે અને આરોપીઓને શક્ય એટલી જલ્દી પકડવા માટે ડોગ સ્ક્વોર્ડની મદદ પણ લીધી છે.

surat rape case 5

ત્યારે નવરાત્રીમાં દુષ્કર્મની ઘટનાઓ ઘટી રહી છે, નરાધમો બેફામ બની ગયા છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે મા આદ્યશક્તિના પર્વમાં જ્યાં દીકરીઓની પૂજા કરવામાં આવે છે ત્યારે અહીં દીકરીઓ જ સલામત નથી. લોકોમાં જાણે પોલીસનો ડર બચ્યો જ નથી.

surat rape case 3

સામૂહિક દુષ્કર્મ મામલે માહિતી આપતા સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે 10:45થી 11:15 વાગ્યાની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરાં ગામની સીમમાં ખેતરમાં અવવારૂ જગ્યાએ એક 17 વર્ષ અને 4 મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. ત્યારે 3 શખસ અચાનક આવી તેની સાથે વારંવાર દુષ્કર્મ કરેલાનું અને દુષ્કર્મના પ્રયાસ કરવાની જાણ થતાં જ કોસંબાની પોલીસ ટીમ, સુરત ગ્રામ્ય Dy.SP, LCB, SOG, પેરોલ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ રેન્જ IG અને SPએ પણ ઘટનાસ્થળે પહોંચી બનાવ અંગેની માહિતી મેળવી હતી. આ બનાવની તપાસ માટે 10થી વધારે ટીમ કામે લાગી છે. પોલીસે સગીરા સાથે હાજર યુવકને ઘટનાસ્થળે લઈ જઈને જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી છે.

પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાયું

આ ઘટના ખૂબ જ સંવેદનશીલ હતી એટલે તમામ ટીમો મોડી રાત્રીથી જ કાર્યરત છે અને પોલીસ આ ઘટનામાં સઘન તપાસ કરી રહી છે. આ ઘટનામાં પીડિતા તેમજ તેના મિત્રને કોઈ ઈજા પહોંચી નથી, સામાન્ય બે-ત્રણ થપ્પડ મારી હોવાનું જાણવા મળ્યું છે. પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે તેમજ નવા જે કાયદા છે BNS અને BNSS પ્રમાણે આ ઘટનામાં પોલીસ ખૂબ જ સંવેદનશીલતાથી અને ખૂબ જ ઝડપથી આ ગુનો ઉકેલાય તેમજ આમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને કડકમાં કડકમાં સજા થાય એ દિશામાં કાર્યવાહી કરી રહી છે.

તપાસ માટે વિવિધ ટીમોની રચના કરાઈ

કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા BNSની સેક્શન 70(2), 115(2), સેક્શન 54, સેક્શન 309(4) જેમાં લૂંટનો પણ સમાવેશ થાય છે કારણે કે પીડિતા તેમજ તેના મિત્રના મોબાઈલ ફોન પણ આ 3 નરાધમો લઈ ગયા છે. 352, 351(3) આ તમામ BNSની કલમો તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોસંબા પોલીસ ઈન્સપેક્ટર આ કેસમાં ઈન્વેસ્ટીગેશન ઓફિસર છે, તેમજ અલાયદી ટીમની રચના કરવામાં આવી છે. જેમાં Dy.SP આર.આર. સરવૈયા, કામરેજ ડિવીઝનના LCB PI, SOG PI, પેરોલ PI, AHTU PIની એક ટીમની રચના કરવામાં આવી છે. આ કેસમાં પોલીસ સઘન તપાસ કરી રહી છે.

અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ…

 

 

 

Group 69

 

 

Related posts

સુરત/ ઘર લેવા માટે રૂપિયા લઈને જતાં પરિવારના 4 લાખ ખોવાયા,ભાડે રહેનારને મળ્યા,શિક્ષણમંત્રીની હાજરીમાં પરત કરતાં મહિલાની આંખો છલકાઈ..

KalTak24 News Team

જેતપુર/ કાગવડથી ખોડલધામ સુધી યોજાઈ પદયાત્રા,નવરાત્રીના પ્રથમ નોરતે મોટી સંખ્યામાં જોડાયા માઈ ભક્તો

KalTak24 News Team

અમદાવાદનો રોહન રાવલ એક દિવસનો મુખ્યમંત્રી બનશે,યુવાઓ બનશે મંત્રી અને ધારાસભ્યો

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..