April 9, 2025
KalTak 24 News
Lifestyle

Ajwain Benefits/ અજમાનું પાણીથી આ તમામ બીમારીઓ દવા વિના કરે છે દુર-વાંચો સમગ્ર વિગતો

Ajwain Benefits

Ajwain Benefits: અજમા એવો મસાલો છે જે ભોજનની સ્વાદિષ્ટ બનાવવાની સાથે શરીર માટે પણ ફાયદાકારક છે. આ મસાલાનો ઉપયોગ કરવાથી શરીરની ઘણી બધી બીમારીઓ દવા વિના દુર થઈ શકે છે. સાધારણ દેખાતા આ નાના નાના દાણા શરીરને જબરદસ્ત ફાયદા કરે છે. અજમાનું પાણી કેટલીક સમસ્યાનો સરળ અને પ્રભાવી ઉપચાર છે. અજમાનું પાણી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે. 

આજે અજમાના પાણીથી થતા આવા જ 5 ફાયદા વિશે તમને જણાવીએ. શરીરની 5 સમસ્યા એવી છે જેમાં અજમાનું પાણી દવા જેવું કામ કરે છે. આ સમસ્યામાં અજમાનું પાણી પીવાથી દવા લેવાની પણ જરૂર પડતી નથી.

Source: tarladala.com
Source: tarladala.com

અજમાના પાણીથી થતા 5 સ્વાસ્થ્ય લાભ

1. અજમામાં એન્ટી માઈક્રોબિયલ ગુણ હોય છે જે બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે. તેનાથી સંક્રમણ સામે લડવામાં મદદ મળે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. 

2. અજમાનું પાણી પીવાથી બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે અને ગુડ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. તેનાથી હૃદયના સ્વાસ્થ્યને ફાયદો થાય છે. 

3. અજમાનું પાણી રક્તવાહિકાઓને આરામ આપે છે અને રક્ત પ્રવાહને સુધારે છે. તેનાથી બ્લડ પ્રેશર ઘટે છે. 

4. અજમાના પાણીમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે પેપ્ટિક અલ્સર અને અપચા સંબંધિત સમસ્યા દુર કરવામાં મદદ કરે છે. 

5. અજમાનું પાણી એક નેચરલ કફ નિવારક છે. જે ઉધરસ, શરદી અને કફને કંટ્રોલ કરે છે. તે વાયુ માર્ગને સાફ કરવામાં મદદ કરે છે. 

કેવી રીતે બનાવવું અજમાનું પાણી?

એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમા ઉમેરી તેને 10થી 15 મિનિટ પાણીમાં ઉકાળો. ત્યારબાદ ગેસ બંધ કરી તેને ગાળી લો અને તેમાં લીંબુ તેમજ મધ ઉમેરી પી જવું.

તમે અજમાને રાત્રે પાણીમાં પલાળી સવારે આ પાણીને ગાળીને ખાલી પેટ પી શકો છો. અજમાનું પાણી પીવાનો બેસ્ટ સમય સવારે ખાલી પેટ અને રાત્રે સુતા પહેલાનો છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. KalTak24news.com તેની પુષ્ટિ કરતું નથી.)

 

 

 

Related posts

જો અડધી રાત્રે એક જ સમયે ઊંઘ ઉડી જાય છે, તો સતર્ક રહેજો, આ બીમારીના લક્ષણ હોય શકે છે

Sanskar Sojitra

વારંવાર ગરમ પાણી પીનારાઓ ચેતી જજો! થઇ શકે છે ગંભીર બીમારીઓ

KalTak24 News Team

શું તમારે ડાયાબિટીસને મેનેજ કરવા માંગો છો? તો હમણાં જ આ 4 યોગાસન કરો

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં