September 8, 2024
KalTak 24 News
Gujarat

‘જેટલાને બચાવવા હોય એટલાને બચાવી લો’,સુરતના સૌથી મોટા VR મોલને ધમકીભર્યો મેઇલ,તાત્કાલિક મોલ ખાલી કરાવવાની સૂચના

VR mall

Surat: શહેરના ડુમ્મસ રોડ પર આવેલ સૌથી મોટા વી.આર. મૉલને બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો પોલીસ, SOG અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મૉલને ખાલી કરાવાયો છે.

હકીકતમાં સુરતના ડુમ્મસ રોડ પર આવેલ વી.આર. મૉલને એક ધમકી ભરેલો મેઈલ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે, જેટલા લોકોને બચાવવા હોય, તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે.

ફાયર વિભાગ અને બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે.

આ મેઈલ મળતા જ મૉલ મેનેજમેન્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી થોડીવારમાં ઉમરા પોલીસ મથકનો કાફલો, સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG), લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમજ બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમણે મૉલમાં રહેલ સ્ટાફ તેમજ ગ્રાહકો મળીને 2 હજારથી વધુ લોકોને બહાર નીકળવાનું જણાવતા થોડા સમય માટે અફરા તફરીના દ્રશ્યો સર્જાયા હતા. હાલ તો ડૉગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સમગ્ર મૉલમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

પોલીસે ફટાફટ મોલ ખાલી કરાવ્યો.

આ અંગે એડિશનલ સીપી કે.એન. ડામોરે જણાવ્યું હતું કે, આજે ચાર વાગ્યે આ મેઇલ આવ્યો હતો. એમા લખ્યુ હતું કે, આ મોલમાં બોમ્બ મુકવામાં આવ્યો છે અને એ સવારે બ્લાસ્ટ થશે. અમે બધાને મોલમાંથી બહાર કાઠ્યા છે. અમારી ક્રાઈમ બ્રાન્સ, SOG, બોમ્બ સ્ક્વોડ ટીમ મોલની અંદર તપાસ કરી રહી છે. દેશભરમાં 52 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટના ધમકી ભર્યા મેઇલ મળ્યા છે.

untitled 7copy 1712666755

VR મોલ ખાતે ફાયર વિભાગની બે ગાડી સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. આ સાથે જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા તમામ પ્રકારના ઇક્વિપમેન્ટ સાથે લાવવામાં આવ્યા છે. જ્યારે કોઈ જગ્યાએ મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે જે પ્રકારના સાધનો હોય છે તે પ્રકારના તમામ સાધનો અહીં લાવવામાં આવ્યા છે. બોમ્બ ડિટેક્ટર સ્કોડની ત્રણ ટીમ મોલમાં તપાસ કરી રહી છે.

 

 

Group 69

 

 

Related posts

Dilip Gohil : ગુજરાતના જાણીતા અને વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલનું થયું નિધન,ભાવનગરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, પત્રકાર જગતમાં શોક

KalTak24 News Team

વડોદરાના કરજણમાં મોટી દુર્ઘટના-બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડી,1 શ્રમિકનું મોત,7 ઇજાગ્રસ્ત

KalTak24 News Team

વડોદરા/ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારએ રાજીનામું આપતા રાજકારણમાં ખળભળાટ,મોડી રાતે વિધાનસભા અધ્યક્ષને ઈમેઇલ કર્યો

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી