- ગોળી વાગતા અભિનેતા ગોવિંદા ઘાયલ
- પોતાની જ રિવોલ્વરથી પગમાં વાગી ગોળી
- ગોવિંદાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
- રિવોલ્વરનો લોક ખુલ્લો રહેતા થયું ફાયરિંગ
Govinda Accidentally Shot By His Own Gun : બોલિવૂડમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી છે. આ ઘટના વહેલી સવારે બની હતી. રિવોલ્વર સાફ કરતી વખતે ભૂલથી મિસફાયર થઈ જતા પોતાના જ પગમાં ગોળી વાગી ગઈ હતી. હાલ અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે.
Actor and Shiv Sena leader Govinda has been taken to the nearest hospital after he was accidentally shot in the leg by his own revolver this morning, says a senior Mumbai Police official
More details awaited.
(file pic) pic.twitter.com/SBqnMcDgoA
— ANI (@ANI) October 1, 2024
રિવોલ્વર સાફ કરતી વખતે બની ઘટના
સૂત્રોના જણાવ્યાનુસાર, આ ઘટના આજે સવારે લગભગ 4.45 વાગ્યે બની હતી. કહેવાય છે કે ગોવિંદા ICUમાં દાખલ છે. તેમની હાલત ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ પોલીસના જણાવ્યાનુસાર, ગોવિંદાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી આકસ્મિક રીતે ગોળી નીકળી હતી, જે તેના પગમાં વાગી હતી. ગોવિંદા તેની લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરી રહ્યા હતા ત્યારે આકસ્મિક રીતે મિસફાયર થઈ ગયું હતું. ગોળી તેના ઘૂંટણની નજીક વાગી હતી અને તે હાલમાં મુંબઈની ક્રિટી કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ગોવિંદાની હાલતમાં સુધારો
ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં જણાવ્યું કે, અભિનેતા અને શિવસેનાના નેતા ગોવિંદા કોલકાતા જવાની તૈયારીમાં હતા. તે તેની લાયસન્સવાળી રિવોલ્વર કબાટમાં રાખી રહ્યા હતા જ્યારે તે તેના હાથમાંથી પડી અને એક ગોળી નીકળી જે તેના પગમાં વાગી. ડૉક્ટરે ગોળી કાઢી નાખી છે અને તેમની હાલત સારી છે. તે અત્યારે હોસ્પિટલમાં છે.
Govinda admitted to hospital after suffering accidental bullet injury, manager confirms he’s stable
Read @ANI story | https://t.co/MXAbKIoQ2K#Govinda #bulletinjury #hospitaladmit pic.twitter.com/pCoEYgSKru
— ANI Digital (@ani_digital) October 1, 2024
પોલીસ તપાસમાં જોડાઈ
આજે સવારે ગોવિંદા ક્યાંક બહાર જવા માટે નીકળી રહ્યો હતો ત્યારે ભૂલથી મિસફાયર થઈ ગયું હતું. જે બાદ ગોવિંદાને CRITI કેયર હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ગોળી ચાલ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તેમને ગોવિંદાની ગન તેમના કબજામાં લઈ લીધી હતી. જે બાદ પોલીસ તપાસમાં જોડાઈ ગઈ છે.ગોવિંદા પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે. જો કે તેના પરિવાર અને ટીમે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.
#UPDATE | Actor and Shiv Sena leader Govinda was getting ready to leave for Kolkata. He was keeping his licensed revolver in the cupboard when it fell from his hand and a bullet got fired which hit his leg. The doctor has removed the bullet and his condition is fine. He is in the… https://t.co/iBtEcngdoA
— ANI (@ANI) October 1, 2024
નોંધનીય છે કે ગોવિંદા આ દિવસોમાં એક્ટિંગની દુનિયાથી દૂર છે. તે લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી. જોકે તેના મ્યૂઝિક વીડિયો આવતા રહે છે. આ સાથે તે ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળે છે. ટીવી પર ગોવિંદા તેની પત્ની સુનીતા સાથે અનેકવાર જોવા મળે છે. જ્યાં ઘણી વખત તે પોતાની પ્રોફેશનલ અને ક્યારેક અંગત જીવન વિશે એવા ખુલાસા કરે છે જેના વિશે ફેન્સ પણ જાણતા નથી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube