મનોરંજન
Trending

વિચિત્ર કપડાં પહેરીને પણ કરોડો કમાય છે ઉર્ફી જાવેદ, આલિશાન ઘર-કારની છે માલિક : જાણો પ્રોપર્ટી કેટલી છે

બિગ બોસ ઓટીટી(Bigg Boss OTT) થી ચર્ચામાં આવેલી ઉર્ફી જાવેદ સિનેમા જગતમાં પોતાની અતરંગી ફેશન સેન્સ માટે જાણીતી છે. ઉર્ફી મોટાભાગે પોતાના વિચિત્ર આઉટફિટ્સ અને બોલ્ડનેસના (Outfits and boldness) કારણે લોકોના મજગ ચકરાવે ચડાવી દે છે અને આ જ કારણે તે અવારનવાર સોશિયલ મીડિયા (Social media) પર ટ્રોલ પણ થાય છે.

પરંતુ એ પણ હકીકત છે કે એક્ટ્રેસને લોકોએ લગાવેલી ફટકારની કોઇ અસર નથી થતી અને તે પોતાની લાઇફ બિન્દાસ જીવી રહી છે. આ વચ્ચે ઘણીવાર ઉર્ફીની કમાણીને લઇને પણ સવાલ ઉઠે છે. ચાલો તમને તેની નેટવર્થ અને કાર કલેક્શન વિશે જણાવીએ.

ઉર્ફીએ આ રીતે શરૂ કરી પોતાની જર્ની :

ઉર્ફી જાવેદને આજના સમયમાં સૌકોઇ તેની બોલ્ડનેસના કારણે ઓળખે છે. પરંતુ એક્ટ્રેસે ઢગલાબંધ ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યુ છે. તે ‘દુર્ગા’, ‘સાત ફેરો કી હેરાફેરી’, ‘બેપનાહ’, ‘જીજી માં’, ‘ડાયન’, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ‘ અને ‘કસોટી ઝિંદગી કી’ જેવી સીરિયલ્સમાં પણ જોવા મળી ચુકી છે.

આ ઉપરાંત તે ઘણા મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. પરંતુ લોકો વચ્ચે તેને ઓળખ ‘બિગ બોસ‘થી જ મળી છે. આટલા કરોડની સંપત્તિની માલિક છે ઉર્ફી : ઉર્ફી જાવેદની કમાણીને લઇને દરેક વખતે સવાલ ઉઠે છે પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે ઉર્ફી કરોડોની સંપત્તિની માલિક છે અને તે દર મહિને લાખોમાં કમાણી કરે છે.

એક રિપોર્ટ અનુસાર ઉર્ફી સીરિયલના એક એપિસોડ માટે 25થી 30 હજાર રૂપિયા ચાર્જ કરે છે અને તે દર મહિને આશરે 30 લાખ રૂપિયાની કમાણી કરે છે. તેની કુલ નેટવર્થ 172 કરોડ રૂપિયાની આસપાસ છે. ઉર્ફીનો જન્મ લખનઉમાં થયો છે પરંતુ હવે તે મુંબઇમાં એક આલિશાન ફ્લેટમાં રહે છે. તેની પાસે Jeep Compass SUV છે. જેની કિંમત આશરે 25 લાખ રૂપિયા છે.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button