Gujarat Election 2022:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાત(Gujarat)માં દરરોજ સત્તાના સમીકરણો બદલાતા રહે છે. આ દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી(AAP) એડી ચોંટીનું જોર લગાવી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી સામે મુશ્કેલીમાં વધારો થયો છે. આમ આદમી પાર્ટીના નારાજ કાર્યકર્તાઑનું સંમેલન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ચૂંટણી માહોલ જામી રહ્યો છે. આ દરમિયાન સુરતથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં આપના કાર્યકર્તા હવે આપ વિરુદ્ધ પ્રચાર કરશે. રાજેશ દિયોરા નામના આપના કાર્યકર્તાએ આપ પર પૈસા લઈને ટિકિટ વેચવાનો આરોપ મૂક્યો છે. આયાતીને પૈસા લઈને ટિકિટ ફાળવતા પાયાના કાર્યકર્તાઓ નારાજ છે, જેને લઈ રાજેશ દિયોરાએ ગુજરાતના નારાજ આપના કાર્યકર્તાઓનું સંમેલન બોલાવ્યું છે. રાજેશ દિયોરાએ કહ્યું આપને ગુજરાતમાં એક પણ સીટ નહીં આવવા દઈએ અને દિલ્હી ભેગી કરી દઈશું. આમ આદમી પાર્ટી વિરુદ્ધ આપના કાર્યકર્તાઓએ જ વિરોધ કરતા રાજકારણ ગરમાયું છે.
નારાજ કાર્યકર્તાઓનો સંમેલન
આમ આદમી પાર્ટીના નારાજ નેતાઓ દ્વારા સમેલન આવતી કાલે સાંજે 4 કલાકે દેવમુનિ ફાર્મ, એસએમસી સપોર્ટ ક્લબ સામે ગુરુકુળ રોડ વેડ રોડ પર યોજવાંમાં આવ્યું છે. જેમાં નારાજ નેતાઓ ઉપસ્થિત રહેશે અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ રણનીતિ ઘટડમાં આવશે.
આપ પાર્ટીના કાર્યકર રાજુ દિયોરાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે,ગુજરાતની અંદર 182 વિધાનસભાની સીટ છે. 90 ટકા લોકો સાથે વિશ્વાસઘાત થયો છે. નારાજ 10 હજાર લોકોનું મહા સંમેલન અમે યોજવા જઈ રહ્યા છે. આપ પાર્ટીમાં જે લોકોએ મહેનત કરી છે એવા લોકોને સાઈટ કરવામાં આવ્યા છે અને લોકો પાસેથી પૈસા લઈને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. અમે કોઈ પાર્ટીમાં જોડાવાના નથી. આમ આદમી પાર્ટીની સામે લડાઈ લડીને 182 બેઠક પર આ પાર્ટીને એક પણ બેઠક પર જીતવા દઈશું નહીં.
તન- મન- ધનથી પાર્ટીની સેવા કરવાનો આદેશ હતો
રાજુ દિયોરાએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી એ ગરીબ અને મધ્યમ વર્ગની પાર્ટી કહેવાય છે. અમનું હતું કે, અમે આ પાર્ટીની અંદર હજારો કાર્યકર્તાઓ તન મન ધનથી સેવા કરીશું, તો પાર્ટી તેને ધ્યાનમાં રાખશે. પરંતુ પાર્ટી એ અમારી બે ત્રણ વર્ષની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે. હજારો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોય તેમણે પણ પાર્ટી પાસેથી પણ રૂપિયો લીધા વગર પાર્ટી માટે પોતાના ખર્ચે સેવા કરી છે. અને આખરે જ્યારે ઉમેદવારી નોંધાવાની વાત હતી અને ઉમેદવારને પસંદ કરવાની વાત હતી ત્યારે અમારી સાથે અન્યાય કરીને આયાતી ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને કતારગામ વિધાનસભાના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા.
પ્રદેશ અધ્યક્ષ કાર્યકર્તાના ફોન પણ ઉઠાવતા ન હતા
સામાન્ય રીતે કોઈપણ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને લઈને સામાન્ય કાર્યકર્તાને ગર્વ હોય છે. પરંતુ ગોપાલ ઇટાલિયા સાથેનો અનુભવ એવો રહ્યો છે કે, તેઓ પાર્ટીના નાના કાર્યકર્તાઓ સાથે વધુ વાત પણ નથી કરતા અને તેમનો ફોન પણ ઉપાડતા નથી. કાર્યકર્તાઓએ કોઈ ફરિયાદ કરવી હોય પ્રદેશ અધ્યક્ષને તો તેઓ ક્યારેય તે ફરિયાદને સાંભળતા પણ નથી. આવા વ્યક્તિને અમારી બેઠકો પરથી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હોવાને કારણે અમારી સાથે અન્ય થયો હોવાની લાગણી થઈ રહી છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp