Chaitar Vasava News: એક મહિનાથી ભૂગર્ભમાં રહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યાના ચૈતર વસાવા આજે સરેન્ડર કરશે. વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં 42 દિવસથી તેઓ ફરાર હતા. દેડિયાપાડા ખાતે ચૈતર વસાવાની ઓફિસમાં ચૈતર વસાવાના પત્નિ અને અન્ય સમર્થકો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થઈ રહ્યાં છે. સ્થિતિને જોતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.
જુઓ VIDEO:
ધારાસભ્યની પ્રતિક્રિયા
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર ખોટી ફરિયાદ કરી તેમને ફસાવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર ઘટના પર ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે, આજે અમારા પર ખોટી ફરિયાદ થઈ છે તે બાબતને લઈને અમે પોલીસ સમક્ષ હાજર થવા જઈ રહ્યાં છીએ. આ સમય દરમિયાન તમારી સેવા નથી કરી શક્યો તમારી સેવા નથી કરી શક્યો તે માટે તમારી માફી માંગુ છું. વિધાનસભામાં જનતાએ ભરોસો મુક્યો તે માટે આભાર.
પરિવારને હેરાન કર્યો
આ વિસ્તારની જનતાના વિવિધ પ્રશ્નોને લઈને અમે બોલ્યા છીએ. આટલો નાનો ધારાસભ્ય અમારી સામે આંખથી આંખ પરોવીને વાત કરે છે અને સડકથી સદન સુધી લડતો હોવાથી ભાજપના તેલમાં રેડાયું અને અનેક કાવાદાવા કરી ખોટા કેસ કરી મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે. મારો પરિવારને લોભ લાલચ અને દબાણ આપવા આવ્યા છે પણ અમે ડરવાના નથી. જનતાનો પ્રેમ મળ્યો તે માટે આભાર અને જેમણે પણ અત્યાર સુધી મદદ કરી તેમનો ખુબ ખુબ આભાર, આજે હું પોલીસ સમક્ષ સરન્ડર કરવા જઈ રહ્યો છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube